ધોરણ 6 પ્રકરણ 2

2. આહાર નાં ઘટકો

Components of foods


01. ખાંડવી ભારતનાં કયા રાજ્ય નો પ્રચલિત ખોરાક છે?

02. પોષક દ્રવ્યો કોને કહે છે?

03. આપણા આહાર નાં મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે?

04. આપણા આહારમાંથી આપણને કયા કયા ઘટકો મળે છે?

05. શું દરેક ખોરાકમાં બધાં જ પ્રકારનાં પોષક દ્રવ્યો રહેલા હોય છે?

06. ખોરાકમાં કાર્બોદિતની હાજરી છે ક નહિ તે જાણવા તમે શું કરશો?

07. કાર્બોદિત ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?

08. બાજરીના લોટ માં આયોડીનનાં બે-ત્રણ ટીપાં નાખતાં શું પરિવર્તન જોવા મળે છે? શા માટે?

09. ખોરાકમાં પ્રોટીન ની હાજરી છે કે કેમ તે ચકાસવા શું કરશો?

10. વટાણા નાં ભૂકા / પાઉડર ને કસનળીમાં લઇ તેમાં કોપર સલ્ફેટનાં બે ટીપાં નાખો. ત્યાર બાદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનાં દ્રાવણનાં દસ ટીપાં નાખો. થોડો સમય રહેવા દો. શું જોવા મળ્યું? શા માટે?

11. કોપર સલ્ફેટ નું સામાન્ય નામ તથા રાસાયણિક નામ જણાવો. 

12. NaOH નું રાસાયણિક નામ તથા સામાન્ય નામ જણાવો. 

13. કેવા પદાર્થો માં ચરબીની હાજરી રહેલી હોય છે?

14. ચરબી ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

15. કયા કયા ખાદ્યપદાર્થોમાં કાર્બોદિતની હાજરી રહેલી હોય છે? 

16. કયા કયા ખાદ્યપદાર્થો માં પ્રોટીનની હાજરી રહેલી હોય છે?

17. કયા કયા ખાદ્યપદાર્થોમાં ચરબી/લિપિડ ની હાજરી રહેલી હોય છે?

18. મોટા ભાગે ચરબી ધરાવતા પદાર્થો સ્પર્શે કેવા હોય છે?

19. શું કોઈ એવો આહાર છે જેમાં કોઈ પણ પ્રકારનાં પોષક દ્રવ્યો હાજર ન હોય?

20. કયા કયા ઘટકો ની હાજરી ધરાવતા ખોરાકને 'ઊર્જા આપવા વાળા ખોરાક' તરીકે પણ ઓળખવામાં આવે છે?

21. સમાન જથ્થાનાં ચરબી અને કાર્બોદિત પૈકી કયું ઘટક આપણને વધુ પ્રમાણ માં ઉર્જા આપે છે?

22. આપણા શરીરમાં પ્રોટીન ની આવશ્યકતા શા માટે છે?

23. આહારમાં રહેલા કયા કયા ઘટકો આપણને શક્તિ પ્રદાન કરે છે?

24. કેવા ખોરાકને 'શરીર વર્ધક ખોરાક' કહે છે?

25. આપણા શરીરમાં વિટામિન ની શી જરૂરિયાત છે?

26. વિટામિન વિશે ટૂંક માં માહિતી આપો. 

27. વિટામિનનાં પ્રકાર/નામ જણાવો.

28. વિટામિન-B ને વિટામિન-B કોમ્પ્લેક્ષ શાથી કહે છે?

29. આપણા શરીર માં વિટામિન-A નું કાર્ય જણાવો.

30. વિટામિન-C આપણા શરીરમાં શા માટે જરૂરી છે?

31. આપણાં હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવા માટે કયું વિટામિન મદદરૂપ બને છે?

32. વિટામિન-A કયા કયા ખાદ્યપદાર્થોમાં રહેલો છે?

33. ખાટાં ફળો માં ક્યુ વિટામિન રહેલું હોય છે?

34. કયા ખાદ્યપદાર્થોમાંથી આપણા શરીરને વિટામિન-D મળી રહે છે? 

35. વિટામિન-B નાં સ્ત્રોત કયા છે?

36. સૂર્યનાં કિરણોમાંથી આપણને કયું વિટામિન મળે છે?

37. આપણા શરીરમાં ખનિજક્ષારો ની આવશ્યકતા શા માટે છે?

38. પાચક રેસાઓ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

39. આપણા શરીર માટે પાચકરેસાઓ (રૂક્ષાંશ) કઈ રીતે ઉપયોગી છે?

40. રૂક્ષાંશ વિશે ટૂંક માં માહિતી આપો. 

41. રૂક્ષાંશ નાં મુખ્ય સ્ત્રોતો કયા કયા છે?

42. બટાટામાંથી આપણા શરીરને જરૂરી એવા કયા કયા ઘટકો મળે છે?

43. રૂક્ષાંશ આપણને કોઈ પણ પોષકદ્રવ્ય પ્રદાન કરતાં નથી છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે. કારણ આપી સમજાવો.

44. આપણે શા માટે વધુ પાણી પીવું જોઈએ? 

45. શું આપણને પાણી સિવાય અન્ય ખાદ્યપદાર્થોમાંથી પાણી મળે છે? કઈ રીતે?

46. પ્રત્યેક વાયજૂથ નાં માણસોને એક જ પ્રકારનાં આહારની આવશ્યકતા હોય છે? શા માટે?

47. ક્યા કયા શાકભાજી કાચા ખાઈ શકાય છે? શા માટે?

48. સમતોલ આહાર કોને કહે છે?

49. આપણે શા માટે સમતોલ આહાર લેવો જોઈએ?

50. શું ગરીબ મજૂર ને સમતોલ આહાર મળી શકે છે? કઈ રીતે?

51. આપણે આહાર લેતાં પહેલાં કેટલાંક આહારમાંથી પોષક દ્રવ્યોને નષ્ટ કરીએ છીએ? કઈ રીતે?

52. ખોરાકને રાંધીને ખાવાના શા ફાયદા છે?

53. ખોરાક રાંધતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

54. ખોરાક રાંધવાથી કયું વિટામિન સરળતાથી નષ્ટ થઇ જય છે? તે વિટામિનની પૂર્તિ કરવા તમે શું કરો છો?

55. ભોજનમાં ચરબીની વધુ માત્રા શેનું કારણ બને છે? 

56. મેદસ્વીતા કોને કહે છે?

57. આહારમાં પ્રોટીનની ઊણપથી શરીરમાં કઈ ખામી સર્જાઈ શકે છે?

58. એનિમિયા કયા ખનિજક્ષાર ની ઉણપ થી થતો રોગ છે?

59. હેતલને બાફેલા કઠોળ તથા લીલા શાકભાજી ખૂબ જ પસંદ છે. તો તેનામાં કયા કયા પોષકતત્વોની ઉણપ નહિ હોય?

60. આવતી કાલે તમારા ઘરે શું રસોઈ બનાવવી તે તમારે નક્કી કરવાનું છે. તમે તેમાં શાનો સમાવેશ કરશો? શા માટે?

61. મહેશને રાત્રે ઓછું દેખાય છે. તો તેનામાં કયા પોષકતત્વની ઉણપ હશે? તે ઉણપ દૂર કરવા મહેશને આહારમાં શું લેવું જોઈએ?

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL