Standard 7th Chapter 1

1. વનસ્પતિમાં પોષણ

Nutrition in plants


  1. ખોરકનાં ઘટકો કયા કયા છે?
  2. કયું સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે છે?
  3. પોષકતત્વો કોને કહે છે?
  4. સજીવોમાં પોષકતત્વોની શી જરૂરિયાત છે?
  5. મનુષ્ય અને પ્રાણીઓ વનસ્પતિ પર આધારિત છે: કારણ આપી સમજાવો.
  6. સૂર્ય એ ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે. સમજાવો. 
  7. વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે?
  8. પોષણ કોને કહે છે?
  9. પોષણનાં કેટલા પ્રકારો છે? કયા કયા?
  10. સ્વાવલંબી પોષણ કોને કહે છે?
  11. પરાવલંબી પોષણ કોને કહે છે?
  12. સ્વાવલંબી પોષણ દર્શાવતા સજીવોનાં ઉદાહરણ આપો.
  13. પરાવલંબી પોષણ દર્શાવતા સજીવોનાં ઉદાહરણ આપો. 
  14. મનુષ્યનાં શરીરનાં અંગો કયા કયા છે?
  15. વનસ્પતિનાં અંગો કયા કયા છે?
  16. સ્વાવલંબી પોષણ કરતી વનસ્પતિ પોષણ મેળવવા શું કરે છે? 
  17. વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે?
  18. વનસ્પતિનાં કયા અંગમાં ખોરાક બનવાની પ્રક્રિયા થાય છે?
  19. વનસ્પતિનું મૂળ શું કાર્ય કરે છે?
  20. કોષ કોને કહે છે?
  21. કોષ ને જોવા માટે શેનો ઉપયોગ થાય છે?
  22. કોષરસપટલ કોને કહે છે?
  23. કોષમાં ઘટ્ટ, મધ્યમાં ગોઠવાયેલ રચનાને શું કહે છે?
  24. કોષરસ કોને કહે છે?
  25. પર્ણરંધ્ર કોને કહે છે?
  26. વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા વિશે ટૂંકમાં માહિતી/સમજૂતી આપો.
  27. વનસ્પતિ જે ખોરાક લે છે તેનો ઉપયોગ શેમાં કરે છે? 
  28. વનસ્પતિની ખોરાક બનાવવાની સમગ્ર પ્રક્રિયા શા માટે દિવસે થાય છે? 
  29. વનસ્પતિનાં મૂળે શોષેલા પાણી અને પોષકતત્વો પર્ણ સુંધી વનસ્પતિનું કયું અંગ પહોંચાડે છે? કેવી રીતે?
  30. પર્ણ માં આવેલા લીલા રંજકદ્રવ્યને કયા નામે ઓળખવામાં આવે છે?
  31. કોષ ની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
  32. વનસ્પતિમાં હરિતદ્રવ્યની શી ઉપયોગીતા છે?
  33. વનસ્પતિ શેની હાજરીમાં પ્રકાશશંશ્લેષણ ની ક્રિયા કરે છે?
  34. પ્રકાશશંશ્લેષણ માટે અગત્યનાં ઘટકો કયા કયા છે?
  35. શું પ્રકાશશંશ્લેષણ ની ગેરહાજરી માં પૃથ્વી પર જીવન શક્ય છે? શા માટે?
  36. વનસ્પતિનું કયું અંગ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે?
  37. પર્ણ ને વનસ્પતિનું રસોડું શાથી કહે છે?
  38. વનસ્પતિ માં થતી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા સમીકરણ આપી સમજાવો.
  39. પ્રકાશસંશ્લેષણ ની ક્રિયા દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે?
  40. પ્રકાશસંષ્લેષણ દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. 
  41. સ્ટાર્ચ એ ખોરકનાં કયા ઘટક નો પ્રકાર છે?
  42. શું દરેક વનસ્પતિનાં પર્ણો લીલાં રંગ નાં હોય છે? શું તે દરેક પ્રકાશસંશ્લેષણ ની ક્રિયા કરે છે?
  43. પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની પ્રક્રિયાનું વર્ણન કરો. 
  44. જે પર્ણોનાં રંગ લીલા નથી તે પર્ણો કેવી રીતે ખોરાક બનાવતાં હશે?
  45. પર્ણરંધ્ર ની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
  46. પર્ણના આડા છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.  
  47. રણમાં ઉગતી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા કાંટા જેવા પર્ણો હોય છે? તેની શી ઉપયોગીતા છે?
  48. ફાફડાથોર માં વનસ્પતિનું કયું અંગ પ્રકાશસંશ્લેષણ ની ક્રિયા કરે છે?
  49. ખોરાક માં કાર્બોદિતની હાજરી છે કે કેમ તે જાણવા કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે?
  50. તળાવ કે સ્થિર પાણીમાં વૃદ્ધિ પામતા જોવા મળતા ચીકણા અને લીલા ધબ્બા ધરાવતા સજીવને શું કહે છે?
  51. કાર્બોદિત પદાર્થો કયા કયા તત્વોનાં બનેલાં હોય છે?
  52. પ્રોટીન માં કયું તત્વ આવેલું હોય છે?
  53. શું વનસ્પતિ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરે છે? 
  54. વનસ્પતિ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન વાયુ નું શોષણ કેવી રીતે કરે છે?
  55. વનસ્પતિ પ્રોટીન અને ચરબીનુ સંશ્લેષણ કેવી રીતે કરે છે?
  56. જે વનસ્પતિઓ હરિતકણ ધારાવતી નથી તેવી વનસ્પતિઓ પોષણ ક્યાંથી મેળવે છે?
  57. કેવી વનસ્પતિઓ પરાવલંબી પોષણ ધરાવે છે?
  58. અમરવેલ માં પોષણ પધ્ધતિ સમજાવો. 
  59. યજમાન કોને કહે છે?
  60. પરોપજીવી કોને કહે છે?
  61. પરોપજીવી વનસ્પતિ પોષણ મેળવવા શું કરતી હશે? 
  62. તફાવત આપો : પરાવલંબી અને સ્વાવલંબી
  63. કીટાહરી વનસ્પતિ કોને કહે છે?
  64. છોડ સાથેનાં બે કુંડા લો. એક કુંડા ને બંધ ઓરડામાં રાખો. બીજા કુંડા ને બહાર સૂર્યપ્રકાશ મળી રહે તેવી જગ્યાએ રાખો. કયા કુંડા વાળા છોડે પોતાનો ખોરાક બનાવ્યો હશે? બંને કૂંડા નાં પર્ણો પર આયોડીન નાં ટીપા નાખી જુઓ. શું જોવા મળેછે?
  65. જો કળશપર્ણ એ લીલું છે અને પ્રકાશસંશ્લેષણ કરે છે, તો પછી શા માટે તે કીટકો ને ખાય છે?
  66. કળશપર્ણની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો. 
  67. મશરૂમ ક્યાં જોવા મળે છે?
  68. ફૂગ કોને કહે છે?
  69. ફૂગ કેવી રીતે પોષણ મેળવે છે?
  70. મૃતોપજીવી પોષણ કોને કહે કહે છે?
  71. ફૂગ ક્યાં ઉગી નીકળે છે?
  72. ફુગ ઉપયોગી છે કે નુકશાનકારક ? કેવી રીતે?
  73. આપણાં ઘરમાં પડેલા ખોરાક પર ફૂગ ન થાય તે માટે આપણ શું કરી શકીએ? 
  74. ફૂગ કેવી રીતે વૃદ્ધિ પામે છે?
  75. સહજીવન કોને કહે છે?
  76. કયા કયા સજીવો સહજીવન કરે છે?
  77. લાઈકેન માં સહજીવન સમજાવો.
  78. જમીનમાં પોષકતત્વો કેવી રીતે આવતાં હશે? 
  79. જમીનને સમૃદ્ધ બનાવવા આપણે શું કરવું જોઈએ? 
  80. ખેડૂતો ખેતરમાં કયા કયા ખાતર ઉમેરે છે? શા માટે?
  81. જમીનમાં સમયાંતરે ખાતર ઉમેરવું જોઈએ. સમજાવો.
  82. જમીનમાં નાઈટ્રોજનનું પ્રમાણ ઘટી ગયું છે. તો જમીનમાં નાઈટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે તમે શું કરશો? 
  83. ખાતર માં કયા કયા તત્વો રહેલાં હોય છે?
  84. સામાન્યપણે પાક ને કયા તત્વોની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે?
  85. વનસ્પતિ વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુનો કયા સ્વરૂપે ઉપયોગ કરે છે?
  86. કયા વાયુનો વનસ્પતિ વાતાવરણમાંથી સીધે સીધો ઉપયોગ કરી શકે છે?
  87. કયા બેક્ટેરિયા વાતાવરણમાના નાઇટ્રોજન ને દ્રવ્ય સ્વરૂપ માં ફેરવી શકે છે?
  88. રાઇઝોબિયમ બેકટેરિયા કેવી વનસ્પતિનાં મૂળ માં વસવાટ કરે છે?
  89. કઠોળ વર્ગ ની વનસ્પતિમાં સહજીવન સમજાવો.
  90. રાઇઝોબિયમ બેકટેરિયા ખેડૂતો માટે ઉપયોગી છે. સમજાવો.
  91. અમરવેલ કેવા પ્રકારની વનસ્પતિ છે? 
  92. અમરવેલ જે વૃક્ષ પર આરોહણ કરે છે, તે વૃક્ષ ને કયા નામે ઓળખવામાં આવે છે?
  93. બધાં જ સજીવો ખોરાક શા માટે લે છે?
  94. પર્ણ માં આવેલાં કયા ઘટક દ્વારા સૂર્ય ઉર્જા ખોરકનાં સ્વરૂપે પર્ણ માં સંગ્રહાય છે?
  95. પ્રકાશસંશ્લેષણ દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે?
  96. મોહન પોતાના કુટુંબ સાથે કચ્છ્ના પ્રવાસે ગયો હતો. ત્યાં ખુલ્લા વિસ્તારોમાં ઊગતી વનસ્પતિઓને જોઈ આશ્ચર્ય પામતાં તેણે તેના પપ્પાને પૂંછ્યું કે મોટાં લીલાંં પર્ણ વિના આ વનસ્પતિઓ પોતાનો ખોરાક કેવી રીતે બનાવતી હશે? મોહનનાં પ્રશ્નનો મુદ્દાસર જવાબ આપો.  
  97. રાત્રિ દરમિયાન વનસ્પતિ વાતાવરણમાંથી માત્ર ઓક્સિજન વાયુનો જ ઉપયોગ શા માટે કરે છે? 
  98. નીચેનાના નામ આપો.   
1. સ્વયંપોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ.... 
2. વર્ષાઋતુમાં સડતાં લાકડાં ઉપર અથવા ભેજવાળી જમીનમાં ઊગતી છત્રી જેવી કે ડાઘાયુક્ત પોચી રચના .... 
3. હરિતદ્રવ્ય ધરાવતું વનસ્પતિનું અંગ .... 
4. કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિ ... 
5. હરિતદ્રવ્ય ધરવતું લીલ અને ફૂગ સાથે જોવા મળતું હોય તે સજીવ .... 
6. જે છિદ્રો દ્વારા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઈડ લે છે તે છિદ્ર .... 
7. જે વૃક્ષ પર વનસ્પતિ આરોહણ કરી પોષણ મેળવે છે તેવુ વૃક્ષ... 
8. વનસ્પતિ સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તે ક્રિયા .... 
9. મૃત અથવા સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તે પોષણ ....
10. જે સજીવો મૃતોપજીવી પોષણ ધરાવે છે તે .... 

99. નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. 

1. 
        અ                                                    બ 
1. ચીકુનું ઝાડ                                       ક. કીટાહારી 
2. અમરવેલ                                         ખ. પરાવલંબી 
3. બ્રેડ પર ફૂગ                                      ગ. પરોપ જીવી 
4. કળશપર્ણ વનસ્પતિ                            ઘ. મૃતોપજીવી 
5. હરણ                                              ચ. સ્વયંપોષી 



2. 

                    અ                                            બ 
   1. રાઈઝોબિયમ બેક્ટેરિયા                  1. હરિતદ્રવ્ય 
   2. લીલ                                           2. ફૂગ અને લીલ 
   3. છાણિયુ ખાતર                              3. નાઈટ્રોજન 
   4. ઊર્જાનો અદ્વિતિય સ્ત્રોત                 4. સૂર્ય  
   5. લાઈકેન                                       5. ફોસ્ફરસ 
                                                        6. મેગ્નેશિયમ 



3.  

             અ                                                    બ 
1. પ્રકાશસંશ્લેષણ                      1. રાઈઝોબિયમ 
2. સહજીવન                             2. આહારના ઘટકો 
3. પોષકતત્વો                            3. સહભાગિતા 
4. ચણા                                   4. મશરૂમ 
5. ફૂગ                                      5. કાર્બન ડાયોક્સાઈડ 
                                              6. યજમાન 

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL