Standard 6: Chapter 9 - Electricity and Circuit

પ્રકરણ 9 : વિદ્યુત તથા પરિપથ

Electricity and Circuit

  1. તમે વીજળીનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો?
  2. વીજળી આપણાં ઘરમાં ક્યાંથી પ્રાપ્ત થાય છે?
  3. ટોર્ચનાં બલ્બને વીજળી શેમાંથી પ્રાપ્ત થાય છે?
  4. વિદ્યુતકોષનો ઉપયોગ કયા કયા ઉપકરણોમાં કરવામાં આવે છે?
  5. વિદ્યુતકોષની રચના સમજાવો.
  6. વિદ્યુતકોષ પર + અને - ચિહ્નન શું સૂચવે છે?
  7. વિદ્યુતકોષમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે?
  8. અયાન પાસે રમકડાંની બસ છે. તે વિદ્યુતકોષની મદદ થી દોડે છે. અયાન આખા દિવસમાં વધુ સમય બસ જોડે રમે છે. પંદરેક દિવસ પછી બસ દોડતી બંધ થઈ જાય છે આવું કેમ થયું હશે? શું તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો? તેણે બસને ફરીથી દોડાવવા શું કરવું જોઈએ?
  9. વિદ્યુત સંબંધિત તમારા અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ કરવા માટે તમે વીજળી મેળવવા માટે શેનો ઉપયોગ કર્યો? શા માટે?
  10. ટોર્ચનાં બલ્બની રચના આકૃતિ દોરી સમજાવો. 
  11. ટોર્ચનાં બલ્બને વિદ્યુતકોષની મદદથી પ્રકાશિત કરતાં બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે?
  12. ફિલામેન્ટ કોને કહે છે? તે શેની સાથે જોડાયેલો હોય છે?
  13. બલ્બના ફિલામેન્ટ સાથે જોડાયેલ તારનું કાર્ય જણાવો. 
  14. વિદ્યુતકોષનાં બે ટર્મિનલો સાથે જોડાયેલ તારોને કોઈ વિદ્યુત ઉપકરણોના જોડ્યા વગર એકબીજા સાથે ભેગા કરવા જોઈએ નહીં. સમજાવો.
  15. તમને એક બલ્બ, વિદ્યુતકોષ અને વાયરનાં ટુકડા આપવામાં આવે તો તમે બલ્બ ને પ્રકાશિત કરવા શું કરશો?
  16. વિદ્યુતકોષ માં વિદ્યુતપ્રવાહ કાઈ દિશામાં વહે છે?
  17. બલ્બ ફ્યુઝ થઈ ગયો અથવા ઉડી ગયો એમ ક્યારે કહેવાય?
  18. વિદ્યુત પરિપથ પૂર્ણ થયો એમ ક્યારે કહેવાય?
  19. વિદ્યુત પરિપથની કઈ સ્થિતિમાં તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે?
  20. સ્વીચની ઓન (ON) અને ઓફ (OFF) સ્થિતિ સમજાવો.
  21. ટોર્ચનો આંતરિક દેખાવ સમજાવતી આકૃતિ દોરો. 
  22. પરિપથને જોડી અથવા તોડી સકતી રચનાને શું કહે છે?
  23. સ્વીચનો સિદ્ધાંત જણાવો.
  24. વિદ્યુત સુવાહક પદાર્થ કોને કહે છે? ઉદાહરણ આપો.
  25. વિદ્યુત અવાહક પદાર્થ કોને કહે છે? ઉદાહરણ આપો.
  26. આપણું શરીર વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે?

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL