Standard 6th chapter 2

2. વસ્તુઓના જૂથ બનાવવા

Sorting Materials in to groups

  1. જૂથ બનાવવું એટલે શું? 
  2. લોખંડ નો ટુકડો અને પાણી ને કયા કયા જૂથ માં મૂકી શકાય?
  3. તમારી આસપાસ જોવા મળતી વસ્તુ કે પદાર્થોમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા જોવા મળે છે?
  4. તમે જાણતા હો તેવી વસ્તુઓની યાદી બનાવો. તેમના આકાર (ગોળ, ચોરસ, વર્તુળ, સમઘન, શંકુ...) પ્રમાણે તેઓને જૂથ માં વહેંચો.
  5. નીચે આપેલી વસ્તુઓ જેમાંથી બનેલ છે તે પદાર્થો ની નોંધ કરો. પેન, પ્લેટ/થાળી, દરવાજો, પેન્સિલ ની લીડ, ઘરેણાં, દોરો
  6. નીચે આપેલ પદાર્થોમાંથી બનતી વસ્તુઓનાં નામ લખો.  લાકડું, કાગળ, કાંચ, ચામડું, પ્લાસ્ટિક, રૂ, રબર, લોખંડ, સોનું, ચાંદી, થર્મોકોલ
  7. કોઈ વસ્તુ બનાવવા માટે કયા પદાર્થોનો ઉપયોગ કરવો તે કેવી રીતે નક્કી થાય?
  8. પ્યાલો બનાવવા કયા કયા પદાર્થોનો ઉપયોગ કરી શકાય? શા માટે?
  9. કેવા પદાર્થોમાં ચમક હોય છે? અથવા  કેવા પદાર્થો ચળકાટ ધરાવે છે? ઉદાહરણ આપો.
  10. કઈ કઈ ધાતુઓ લાંબા ગાળે પોતાની બહારની સપાટી પરની ચમક ગુમાવી દે છે? શા માટે?
  11. નરમ પદાર્થો કોને કહે છે? ઉદાહરણ આપો.
  12. કઠોર/સખત પદાર્થો કોને કહે છે? ઉદાહરણ આપો.
  13. દ્રાવ્ય પદાર્થ કોને કહે છે? ઉદાહરણ આપો.
  14. દ્રાવક કોને કહે છે? ઉદાહરણ આપો. 
  15. કોને સાર્વત્રિક દ્રાવક તરીકે ઓળખવામાં આવે છે?
  16. પાણીમાં ડૂબી જતી તથા પાણીની સપાટી પર તરતી વસ્તુઓનાં 5-5 ઉદાહરણ આપો.
  17. સંદિપ, બીના અને મીતા સંતાકૂકડી રમે છે. સંદિપ દાવ આપે છે. બીના અને મીતા સંતાય છે. સંદિપની ડાબી બાજુએ મોટું વડ નું ઝાડ છે. સંદિપ ની જમણી બાજુએ લોખંડનાં ચાર પીપ હરોળ માં ગોઠવેલ છે. સંદિપ ની પાછળ કાંચ નો દરવાજો છે. ઝાડ અને કાચ નાં દરવાજા ની વચ્ચે પ્લાસ્ટિકનાં ડ્રમ છે. ચારે બાજુ ફરતે લોખંડની જાળી છે. તો બીના અને મીતા સંતાવવા કઈ જગ્યા પસંદ કરશે? તમારા મંતવ્ય જણાવો. 
  18. પારદર્શક પદાર્થ કોને કહે છે? ઉદાહરણ આપો.
  19. તમારા ઘરમાં તમારા મમ્મી કે બા કઠોળ, દાળ, મરી-મસાલા, નાસ્તો જેવા ખાદ્યપદાર્થો ભરવા માટે મોટે ભાગે કેવા પદાર્થો નાં પાત્ર નો ઉપયોગ કરે છે? શા માટે?
  20. અપારદર્શક પદાર્થ કોને કહે છે? ઉદાહરણ આપો.
  21. પારભાસક પદાર્થ કોને કહે છે? ઉદાહરણ આપો.
  22. દ્રવ્ય અને દ્રાવ્ય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
  23. પદાર્થોનાં જૂથ પાડવાની આવશ્યકતા કેમ પડે છે?
  24. તમે કે તમારાં ઘરનાં સભ્યો વ્યવહારમાં કયા કયા જૂથ બનાવો છો તેની નોંધ કરો.
  25. દવા(સિરપ)ની બોટલ સામાન્યપણે પારભાસક શા માટે રાખવામાં આવે છે?
  26. જે વસ્તુ પાણીમાં તરે છે, તેવી તમામ વસ્તુ દિવેલમાં તરશે જ? શા માટે?
  27. પાણીમાં ડૂબે નહિ તેવા, પાણીમાં દ્રાવ્ય હોય, તેવા ઘન પદાર્થનું ઉદાહરણ આપો. 
  28. અદ્રાવ્ય પદાર્થ કોને કહે છે?
  29. ગળ્યું દૂધમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો. 

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL