Standard 7: chapter 10 Respiration in Organism
પ્રકરણ 10 સજીવો માં શ્વસન
Respiration in organisms
- સજીવ કોને કહે છે?
- કોષ કોને કહે છે?
- કોષ કયા કયા કર્યો કરે છે?
- દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે?
- શું સૂતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે?
- દરેક સજીવ શ્વસન શા માટે કરે છે?
- આપણને શક્તિ શેમાંથી મળે છે?
- દરેક સજીવ શ્વસન માં કયો વાયુ લે છે?
- દરેક સજીવ ઉચ્છવાસ માં કયો વાયુ બહાર કાઢે છે?
- શ્વસન એટલે શું?
- કોષીય શ્વસન કોને કહે છે?
- જારક શ્વસન કોને કહે છે?
- અજારક શ્વસન કોને કહે છે?
- કોષમાં શેના ઉપયોગથી ખોરાક નું કાર્બન ડાયોકસાઈડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે?
- જારક શ્વસન કરતાં સજીવોમાં ઓક્સિજન ની હાજરીમાં થતાં ખોરાક ના વિઘટનની પ્રક્રિયાનું સમીકરણ લખો.
- અજારક શ્વસન કરતાં સજીવોમાં ઓક્સિજન ની ગેરહાજરીમાં થતાં વિઘટન ની પ્રક્રિયાનું સમીકરણ લખો.
- અજારકજીવી કોને કહે છે?
- શું આપણું શરીર અજારક શ્વસન કરે છે? જો હા તો ક્યારે અને શેના દ્વારા. અને જો ના તો શા માટે?
- આપણા શરીરમાં સ્નાયુઓમાં થતાં અજારક શ્વસન દરમિયાન થતાં ગ્લુકોઝના વિઘટન ની પ્રક્રિયાનું સમીકરણ લાખો.
- અજારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન અજારકજીવી સજીવોમાં ગ્લુકોઝના વિઘટન થઈ નીપજ તરીકે શુ મળે છે?
- સ્નાયુ કોષમાં થતાં અજારક શ્વસનમાં નીપજ તરીકે શું મળે છે?
- ભારે કસરત દરમિયાન સ્નાયુઓ શા માટે ખેંચાઈ જાય છે?
- સ્નાયુઓના ખેંચાણથી છુટકારો મેળવવા શુ કરવામાં આવે છે?
- શ્વાસ કોને કહે છે?
- ઉચ્છવાસ કોને કહે છે?
- શ્વાસોચ્છવાસ કોને કહે છે?
- શ્વસનદર કોને કહે છે?
- પુખ્તવયની વ્યક્તિમાં આરામની સ્થિતિમાં 1 મિનિટ નો શ્વસનદર જણાવો.
- પુખ્તવયની વ્યક્તિમાં શ્રમ કર્યા બાદ ની સ્થિતિ નો શ્વસનદર કેટલો હોય છે?
- શારીરિક પ્રવૃતિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે?
- આપણે જેના દ્વારા શ્વાસ લઈએ છીએ તે અંગ કયું છે?
- આપણા શરીરમાં ફેફસાં નું સ્થાન જણાવો.
- ઉરોદર પટલ કોને કહે છે?
- આપણાં શરીરમાં શ્વસનની ક્રિયામાં હવાનાં પ્રવાસનું વર્ણન કરો.
- શ્વાસોચ્છવાસમાં ________ અને _________ નું હલનચલન સંકળાયેલું હોય છે?
- શ્વાસ દરમિયાન પાંસળી અને ઉરોદરપટલની સ્થિતિ જણાવો.
- ઉચ્છવાસ દરમિયાન પાંસળી અને ઉરોદરપટલની સ્થિતિ જણાવો.
- ધૂમ્રપાન શા માટે ટાળવું જોઈએ?
- મનુષ્યનાં શ્વસન તંત્ર ની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- આપણને છીંક શા માટે આવે છે?
- છીંક આવે ત્યારે મો આગળ રૂમાલ રાખવો જોઈએ. કરણ આપી સમજાવો.
- આપણા શરીરમાં શ્વસન માટેની લીધેલી હવામાં ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડની માત્રા કેટલી હોય છે?
- આપણાં શરીરમાં ઉચ્છવાસની ક્રિયા દરમિયાનની હવામાં ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડની માત્રા કેટલી હોય છે?
- કિટકોમાં શ્વસનછિદ્ર કોને કહે છે?
- કીટકો (વંદા) નાં સંદર્ભમાં શ્વાસનળી કોને કહે છે?
- કીટકો(વંદા) મ શ્વસનની પ્રક્રિયા જણાવો.
- કીટકો (વંદા) માં રહેલ શ્વાસનળીતંત્રની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- અળસિયું પોતાના કયા અંગ દ્વારા શ્વસન કરે છે?
- વ્હેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર વારંવાર આવે પાણીનો ફુવારો શા માટે કરે છે?
- માછલીનાં સંદર્ભમાં ઝાલર કોને કહે છે?
- માછલીને પાણીમાં શ્વસન માટે કયું અંગ મદદ કરે છે? કેવી રીતે?
- માછલીમાં શ્વસનાંગોની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
- પર્ણરંધ્ર કોને કહે છે? તે શું કાર્ય કરે છે?
- વનસ્પતિનાં મૂળ ઓક્સિજન કાઈ રીતે મેળવે છે?
- જમીનમાંથી હવા શોષતા મૂળની સમજ આપતી નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- દરેક સજીવમાં શ્વસનની શી જરૂરિયાત છે?
- જેમ જેમ શારીરિક ક્રિયાઓ વધે તેમ તેમ આપણા શ્વસનદર માં શું પરિવર્તન જોવા મળે છે?
- કયા કયા પ્રાણીઓનાં શ્વસનાંગો અને શ્વસન ક્રિયા મનુષ્યના જેવી જ હોય છે?
- કયા કયા સજીવો ત્વચા દ્વારા શ્વસન કરે છે? આવા પ્રાણીઓની ત્વચા અન્ય પ્રાણીઓ કરતાં કાઈ રોટ ભિન્ન હોય છે?
- કયા કયા પ્રાણીઓ શ્વસનછિદ્રો ધરાવે છે?
Comments
Post a Comment