Standard 7 : chapter 7 - Transportation in Animals and Plants
7. પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન
- દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શેની શેની જરૂર હોય છે?
- આપણાં શરીર માં પરિવહન તંત્ર ની રચના કોણ કરે છે?
- રુધિર શેમાં વહે છે?
- રુધિર ના કાર્યો જણાવો.
- રુધિરરસ કોને કહે છે?
- હિમોગ્લોબિન નો રંગ કેવો છે?
- કયા કોષો લાલ રંજકકણો ધરાવે છે?
- હિમોગ્લોબિનનું કાર્ય શું છે?
- શરીરમાં પ્રવેશતાં જીવાણુઓ સામે કોણ લડે છે?
- ત્રાકકણો કોને કહે છે?
- રુધિરવાહિનીઓનાં કેટલાં પ્રકાર છે? કયા કયા? તે દરેક વિશે ટૂંકમાં સમજાવો.
- હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરનાં વિવિધ ભાગો તરફ કોણ લઈ જાય છે?
- ધમનીની દીવાલ કેવી હોય છે? શા માટે?
- તર્જની કોને કહે છે?
- મધ્યમા કોને કહે છે?
- શિરા વિશે નોંધ લખો.
- શિરામાં આવેલાં વાલ્વ શું કાર્ય કરે છે?
- પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ દોરી તેનું નામ નિર્દેશન કરો.
- કેશિકા કોને કહે છે ?
- આપણા શરીરમાં હૃદય નું સ્થાન જણાવો.
- સામાન્યપણે હૃદયનું કદ કેવડું હોય છે?
- હૃદય કેટલાં ખંડો ધરાવે છે? કયા કયા?
- હૃદયની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- હૃદય નાં ખંડોની દીવાલ શેની બનેલી હોય છે?
- સ્ટેથોસ્કોપ ની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- સ્ટેથોસ્કોપનાં છાતીએ મુકવામાં આવતા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે?
- સ્ટેથોસ્કોપનાં કાનમાં નાખવામાં આવતાં નળાકાર ભાગને કયા નામે ઓળખવામાં આવે છે?
- જે રુધિરવાહિની હૃદયમાં રુધિરને લાવે છે તેને શું કહે છે?
- જે રુધિરવાહિની હૃદયમાંથી રુધિર લઈ ને શરીર નાં અન્ય અંગો સુધી લઈ જાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે?
- હૃદયનાં ઉપરનાં ખંડોને કયા નામે ઓળખવામાં આવે છે?
- હૃદયનાં નીચેનાં ખંડોને કયા નામે ઓળખવામાં આવે છે?
- ધમનીમાં કેવું રુધિર વહે છે?
- ફુપ્ફુસીય ધમની માં કેવું રુધિર વહે છે?
- શિરા માં કેવું રુધિર વહે છે?
- ફુપ્ફુસીય શિરામાં કેવું રુધિર વહે છે?
- ઓક્સિજનયુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર એકબીજામાં શા માટે ભળી જતાં નથી?
- હૃદય નાં કયા ભાગમાં ઓક્સિજનયુક્ત રુધિર અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર વહે છે?
- હૃદય એક ધબકારો ક્યારે સૂચવે છે?
- ડોકટર હૃદયનાં ધબકારા અનુભવવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે?
- શું તમે ઘરગથ્થું સાધનની મદદથી સ્ટેથોસ્કોપ બનાવી શકો? કઈ રીતે?
- આરામની સ્થિતિમાં અને કસરત કર્યા બાદ ની સ્થિતિમાં હૃદયનાં ધબકારામાં શો ફેરફાર જોવા મળે છે?
- હૃદયનાં ધબકારનો દર કોને કહે છે?
- હૃદયનાં બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા શું સૂચવે છે?
- હાઇડ્રા ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?
- કયા કયા સજીવો પરિવહનતંત્ર ધરાવતાં નથી?
- હાઈડ્રા અને વાદળી જેવા સજીવોમાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કેવી રીતે થાય છે?
- આપણે શરીરમાંથી ઉત્સર્ગદ્રવ્યોનો નિકાલ કયા સ્વરૂપે કરીએ છીએ?
- ઉત્સર્જન કોને કહે છે?
- રુધિરના ગાળણ ની ક્રિયા શેનાં દ્વારા થાય છે?
- એક પુખ્ત વ્યક્તિ 24 કલાકમાં કેટલાં પ્રમાણ માં મૂત્ર નો ત્યાગ કરે છે?
- મૂત્રપિંડ દ્વારા પ્રવાહી સ્વરૂપે નિકાલ કરવામાં આવતાં નકામાં કચરાને શું કહે છે?
- મૂત્રમાં કયા કયા દ્રવ્યો રહેલાં હોય છે?
- જળચર પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે શેનું ઉત્સર્જન કરે છે?
- મનુષ્યોમાં મહદઅંશે ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે શુ રહેલું હોય છે?
- શું દરેક પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય ના નિકાલ સ્વરૂપે મુત્રોત્સર્જન કરે છે? સમજાવો
- ડાયાલિસિસ એટલે શું? તે શા માટે કરાવવામાં આવે છે?
- પરસેવો શા કારણે થાય છે?
- પરસેવો શું શું ધરાવે છે?
- શ્વેતકણો નું કાર્ય શું છે?
- રુધિરનાં પ્રવાહી ભાગને શું કહે છે?
- મનુષ્યનાં ઉત્સર્જનતંત્ર નો અગત્યનો અવયવ કયો છે?
- મૂત્રવાહિની કોને કહે છે?
- રુધિર ગંઠાવાની ક્રિયા કયા કોષો દ્વારા થાય છે?
- મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર ક્યાં એકઠું થાય છે?
- મનુષ્યનાં ઉત્સર્જનતંત્ર નાં અવયવો કયા કયા છે? તે દરેક વિશે ટૂંકમાં સમજૂતી આપો.
- શરીરનાં કોઈ ભાગ પર ઘા પડતાં તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ શા માટે થઈ જાય છે?
- રુધિરમાનાં શ્વેતકણો આપણાં સૂક્ષ્મ સૈનિકો છે. કારણ આપી સમજાવો.
- ઉનાળામાં આપણને પરસેવો શા માટે થાય છે?
- રુધિર નું પરિવહન નો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો?
- રુધિર નાં પરિવહન ની શોધ દરમિયાન રુધિર નાં વહન વિશે શું માનવામાં આવતું હતું?
- વનસ્પતિ જમીનમાંથી શેનું શોષણ કરે છે?
- વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે?
- દરેક કોષ ઉર્જા કેવી રીતે મેળવે છે?
- શું સજીવનાં દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જરૂરી છે? શા માટે?
- મૂળનાં આડા છેડની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- મુળરોમ નું કાર્ય શું છે?
- પેશી કોને કહે છે?
- જલવાહક પેશી કોને કહે છે?
- પાણીનું વહન વનસ્પતિનાં બધા જ ભાગોમાં કઈ રીતે થાય છે?
- વનસ્પતિનું કયું અંગ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે?
- અન્નવાહક પેશી એટલે શું?
- વનસ્પતિમાં ઘટકોનું વહન શેનાં દ્વારા થાય છે?
- બષ્પોત્સર્જન કોને કહે છે?
- પર્ણ માં આવેલી કઇ રચના દ્વારા વનસ્પતિ બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવે છે?
- મૂત્રવાહિની કોને કોને જોડે છે?
- ધમની ની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક શા માટે હોય છે?
- વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો.
- ઉંચા વૃક્ષોમાં પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી કોણ પહોંચાડે છે?
- તફાવત નાં બે - બે મુદ્દા આપો. ■રક્તકણો અને શ્વેતકણો ■ધમની અને શિરા ■ કર્ણકો અને ક્ષેપકો ■ જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક ■ મૂત્રપિંડ અને મૂત્રાશય ■ જલવાહક પેશી અને અન્નવાહક પેશી
Comments
Post a Comment