Standard 7 : chapter 7 - Transportation in Animals and Plants

7. પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન

  1. દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શેની શેની જરૂર હોય છે?
  2. આપણાં શરીર માં પરિવહન તંત્ર ની રચના કોણ કરે છે?
  3. રુધિર શેમાં વહે છે?
  4. રુધિર ના કાર્યો જણાવો. 
  5. રુધિરરસ કોને કહે છે?
  6. હિમોગ્લોબિન નો રંગ કેવો છે?
  7. કયા કોષો લાલ રંજકકણો ધરાવે છે?
  8. હિમોગ્લોબિનનું કાર્ય શું છે?
  9. શરીરમાં પ્રવેશતાં જીવાણુઓ સામે કોણ લડે છે?
  10. ત્રાકકણો કોને કહે છે?
  11. રુધિરવાહિનીઓનાં કેટલાં પ્રકાર છે? કયા કયા? તે દરેક વિશે ટૂંકમાં સમજાવો.
  12. હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરનાં વિવિધ ભાગો તરફ કોણ લઈ જાય છે?
  13. ધમનીની દીવાલ કેવી હોય છે? શા માટે?
  14. તર્જની કોને કહે છે?
  15. મધ્યમા કોને કહે છે?
  16. શિરા વિશે નોંધ લખો.
  17. શિરામાં આવેલાં વાલ્વ શું કાર્ય કરે છે?
  18. પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ દોરી તેનું નામ નિર્દેશન કરો.
  19. કેશિકા કોને કહે છે ?
  20. આપણા શરીરમાં હૃદય નું સ્થાન જણાવો.
  21. સામાન્યપણે હૃદયનું કદ કેવડું હોય છે?
  22. હૃદય કેટલાં ખંડો ધરાવે છે? કયા કયા?
  23. હૃદયની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો. 
  24. હૃદય નાં ખંડોની દીવાલ શેની બનેલી હોય છે?
  25. સ્ટેથોસ્કોપ ની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો. 
  26. સ્ટેથોસ્કોપનાં છાતીએ મુકવામાં આવતા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે?
  27. સ્ટેથોસ્કોપનાં કાનમાં નાખવામાં આવતાં નળાકાર ભાગને કયા નામે ઓળખવામાં આવે છે?
  28. જે રુધિરવાહિની હૃદયમાં રુધિરને લાવે છે તેને શું કહે છે?
  29. જે રુધિરવાહિની હૃદયમાંથી રુધિર લઈ ને શરીર નાં અન્ય અંગો સુધી લઈ જાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે?
  30. હૃદયનાં ઉપરનાં ખંડોને કયા નામે ઓળખવામાં આવે છે?
  31. હૃદયનાં નીચેનાં ખંડોને કયા નામે ઓળખવામાં આવે છે?
  32. ધમનીમાં કેવું રુધિર વહે છે?
  33. ફુપ્ફુસીય ધમની માં કેવું રુધિર વહે છે?
  34. શિરા માં કેવું રુધિર વહે છે?
  35. ફુપ્ફુસીય શિરામાં કેવું રુધિર વહે છે?
  36. ઓક્સિજનયુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર એકબીજામાં શા માટે ભળી જતાં નથી?
  37. હૃદય નાં કયા ભાગમાં ઓક્સિજનયુક્ત રુધિર અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર વહે છે?
  38. હૃદય એક ધબકારો ક્યારે સૂચવે છે?
  39. ડોકટર હૃદયનાં ધબકારા અનુભવવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે?
  40. શું તમે ઘરગથ્થું સાધનની મદદથી સ્ટેથોસ્કોપ બનાવી શકો? કઈ રીતે?
  41. આરામની સ્થિતિમાં અને કસરત કર્યા બાદ ની સ્થિતિમાં હૃદયનાં ધબકારામાં શો ફેરફાર જોવા મળે છે?
  42. હૃદયનાં ધબકારનો દર કોને કહે છે?
  43. હૃદયનાં બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા શું સૂચવે છે?
  44. હાઇડ્રા ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?
  45. કયા કયા સજીવો પરિવહનતંત્ર ધરાવતાં નથી?
  46. હાઈડ્રા અને વાદળી જેવા સજીવોમાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કેવી રીતે થાય છે?
  47. આપણે શરીરમાંથી ઉત્સર્ગદ્રવ્યોનો નિકાલ કયા સ્વરૂપે કરીએ છીએ?
  48. ઉત્સર્જન કોને કહે છે?
  49. રુધિરના ગાળણ ની ક્રિયા શેનાં દ્વારા થાય છે?
  50. એક પુખ્ત વ્યક્તિ 24 કલાકમાં કેટલાં પ્રમાણ માં મૂત્ર નો ત્યાગ કરે છે?
  51. મૂત્રપિંડ દ્વારા પ્રવાહી સ્વરૂપે નિકાલ કરવામાં આવતાં નકામાં કચરાને શું કહે છે?
  52. મૂત્રમાં કયા કયા દ્રવ્યો રહેલાં હોય છે?
  53. જળચર પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે શેનું ઉત્સર્જન કરે છે?
  54. મનુષ્યોમાં મહદઅંશે ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે શુ રહેલું હોય છે?
  55. શું દરેક પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય ના નિકાલ સ્વરૂપે   મુત્રોત્સર્જન કરે છે? સમજાવો
  56. ડાયાલિસિસ એટલે શું? તે શા માટે કરાવવામાં આવે છે?
  57. પરસેવો શા કારણે થાય છે?
  58. પરસેવો શું શું ધરાવે છે?
  59. શ્વેતકણો નું  કાર્ય શું છે?
  60. રુધિરનાં પ્રવાહી ભાગને શું કહે છે?
  61. મનુષ્યનાં ઉત્સર્જનતંત્ર નો અગત્યનો અવયવ કયો છે?
  62. મૂત્રવાહિની કોને કહે છે?
  63. રુધિર ગંઠાવાની ક્રિયા કયા કોષો દ્વારા થાય છે?
  64. મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર ક્યાં એકઠું થાય છે?
  65. મનુષ્યનાં ઉત્સર્જનતંત્ર નાં અવયવો કયા કયા છે? તે દરેક વિશે ટૂંકમાં સમજૂતી આપો.
  66. શરીરનાં કોઈ ભાગ પર ઘા પડતાં તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ શા માટે થઈ જાય છે?
  67. રુધિરમાનાં શ્વેતકણો આપણાં સૂક્ષ્મ સૈનિકો છે. કારણ આપી સમજાવો.
  68. ઉનાળામાં આપણને પરસેવો શા માટે થાય છે?
  69. રુધિર નું પરિવહન નો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો?
  70. રુધિર નાં પરિવહન ની શોધ દરમિયાન રુધિર નાં વહન વિશે શું માનવામાં આવતું હતું?
  71. વનસ્પતિ જમીનમાંથી શેનું શોષણ કરે છે?
  72. વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે?
  73. દરેક કોષ ઉર્જા કેવી રીતે મેળવે છે?
  74. શું સજીવનાં દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જરૂરી છે? શા માટે?
  75. મૂળનાં આડા છેડની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
  76. મુળરોમ નું કાર્ય શું છે?
  77. પેશી કોને કહે છે?
  78. જલવાહક પેશી કોને કહે છે?
  79. પાણીનું વહન વનસ્પતિનાં બધા જ ભાગોમાં કઈ રીતે થાય છે?
  80. વનસ્પતિનું કયું અંગ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે?
  81. અન્નવાહક પેશી એટલે શું?
  82. વનસ્પતિમાં ઘટકોનું વહન શેનાં દ્વારા થાય છે?
  83. બષ્પોત્સર્જન કોને કહે છે?
  84. પર્ણ માં આવેલી કઇ રચના દ્વારા વનસ્પતિ બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવે છે?
  85. મૂત્રવાહિની કોને કોને જોડે છે?
  86. ધમની ની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક શા માટે હોય છે?
  87. વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો.
  88. ઉંચા વૃક્ષોમાં પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી કોણ પહોંચાડે છે?
  89. તફાવત નાં બે - બે મુદ્દા આપો. ■રક્તકણો અને શ્વેતકણો ■ધમની અને શિરા ■ કર્ણકો અને ક્ષેપકો ■ જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક ■ મૂત્રપિંડ અને મૂત્રાશય ■ જલવાહક પેશી અને અન્નવાહક પેશી 

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL