Standard 7: chapter 6 - Physical and chemical Changes
પ્રકરણ 6: ભૌતિક અને રાસાયણિક ફેરફાર Physical And Chemical Changes
- તમે જાણતા હો તેવા ફેરફારો ની યાદી કરો.
- ભૌતિક ગુણધર્મો કોને કહે છે?
- ભૌતિક ફેરફાર કોને કહે છે? ઉદાહરણ આપો.
- રાસાયણિક ફેરફાર કોને કહે છે? ઉદાહરણ આપો.
- નવા પદાર્થ નું નિર્માણ કેવા ફેરફાર માં થાય છે? ભૌતિક કે રાસાયણિક?
- કાટ કોને કહે છે? તમે કઈ કઈ વસ્તુઓ પર કાટ લાગતો જોયો છે?
- મેગ્નેશિયમ ની પટ્ટી ને સળગાવતાં શું જોવા મળે છે?
- મેગ્નેશિયમ ની પટ્ટી સળગાવતાં થતી રાસાયણિક પ્રક્રિયા નું સમીકરણ લખો.
- મેગ્નેશિયમ ઓક્સાઇડનું દ્રાવણ કેવી પ્રકૃતિ ધરાવે છે?
- મેગ્નેશિયમ ઓક્સાઇડ નું દ્રાવણ લિટમસ પર કેવી અસર દર્શાવે છે?
- મેગ્નેશિયમ ની રાખને પાણી માં ઓગળતા થતી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખી સમજાવો.
- કોપર સ્લફેટ નાં દ્રાવણ માં લોખંડ ની ખીલી નાખતાં દ્રાવણ નાં રંગ માં શો ફેરફાર જોવા મળે છે? આવું શા માટે થાય છે?
- કોપર સ્લફેટ નાં દ્રાવણ માં લોખંડ ની ખીલી નાખો. થોડી વાર રાહ જુઓ. લોખંડની ખીલી નું અવલોકન કરો. શું જોવા મળે છે?
- કોપર સ્લફેટ નાં દ્રાવણ નો રંગ જણાવો.
- કોપર સ્લફેટ નું સામાન્ય નામ જણાવો.
- આયર્ન સ્લફેટ નો રંગ જણાવો.
- વિનેગર નું રાસાયણિક નામ જણાવો.
- સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નું સામાન્ય નામ જણાવો.
- કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ચુના નાં નિતર્યા પાણી વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા નું સમીકરણ લખો.
- કયો વાયુ ચુના નાં નિતર્યા પાણી ને દુધિયું બનાવે છે?
- સજીવો ઉચ્છવાસ માં કયો વાયુ બહાર કાઢે છે?
- સજીવો શ્વસનમાં કયો વાયુ લે છે?
- વિનેગર અને બેકિંગ સોડા વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા ને અંતે નીપજ માં કયો વાયુ મળે છે?
- તમે પરિચિત હો તેવા ઉત્પાદનો કે જે રાસાયણિક પ્રક્રિયા ને અંતે ઉદ્દભવે છે તેનાં ઉદાહરણ આપો.
- રાસાયણિક પ્રક્રિયાની સાથે બનતી કેટલીક ઘટનાઓ ની યાદી કરો.
- દહન ની પ્રક્રિયા ની અંતે શું ઉત્પન્ન થાય છે?
- રાસાયણિક ફેરફાર ને અંતે મળતી નીપજો પૈકી કઈ કઈ નીપજ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે?
- આપણા વાતાવરણમાં સુરક્ષાત્મક કુદરતી કવચ સ્વરૂપ વાયુ કયો છે?
- વાતાવરણનાં ઉપરનાં સ્તરમાં આવેલો ઓઝોન વાયુ પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ માટે કઈ રીતે ઉપયોગી છે?
- ઓઝોન વાયુ સૂર્યમાંથી આવતા કયા કિરણોનું શોષણ કરે છે?
- લોખંડ નો ઉપયોગ ક્યાં ક્યાં જોવા મળે છે?
- વનસ્પતિમાં કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે?
- આપણા શરીર માં થતી પાચનની પ્રક્રિયા ને કેવો ફેરફાર કહેશો? રાસાયણિક કે ભૌતિક?
- કાટ લાગવાની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.
- કાટ લાગવા માટે શેની હાજરી અનિવાર્ય છે?
- લોખંડ નાં કાટ નું રાસાયણિક નામ અને રાસાયણિક અનુસૂત્ર જણાવો.
- તમે એક નવો લોખંડ નો કબાટ ખરીદો છો. તેને કાટ લાગતો અટકાવવા તમે શું કરશો?
- ગેલ્વેનાઇઝેશન કોને કહે છે?
- લોખંડને કાટ લાગતો અટકાવવા શું કરી શકાય?
- દરિયા કિનારા ની નજીક નાં વિસ્તાર માં લોખંડ ને કાટ ઝડપ થી લાગે છે. કારણ આપો.
- સ્ટેઇનલેસ સ્ટીલ કઈ કઈ ધાતુઓની મિશ્રધાતુ છે?
- સ્ફટિકીકરણ કોને કહે છે?
- સ્ફટિકીકરણ એ કેવો ફેરફાર છે? રાસાયણિક કે ભૌતિક?
- કોપર સલ્ફેટ ના સ્ફટિક બનાવવા તમે શું કરશો?
Comments
Post a Comment