Standard 6 chapter 5 body movements

 પ્રકરણ 5 શરીર નું હલનચલન


  1. શું આપણાં શરીરમાં બધા જ સાંધા એક જ પ્રકારના છે?
  2. જો આપણાં શરીરમાં સાંધા ન હોત તો શું થાત?
  3. આપણાં શરીરમાં કઈ-કઈ જગ્યાએ સાંધા આવેલા છે?
  4. સાંધાના કેટલા પ્રકાર છે?  કયા કયા?
  5. પ્રચલન કોને કહે છે?
  6. સાંધા કોને કહે છે?
  7. આપણાં શરીરમાં સાંધા કઈ રીતે ઉપયોગી છે?
  8. આપણાં શરીરમાં કયા સ્થાને ખલ-દસ્તો સાંધો આવેલો છે?
  9. આપણાં શરીરમાં ગરદન અને શીર્ષ ને જોડાણ કરતો કયો સાંધો આવેલો છે?
  10. આપણાં શરીરમાં આવેલા ખલ-દસ્તા સાંધાની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો. 
  11. ઊખળી નો સાંધો ખલ-દસ્તાના સાંધા અને મિજાગરા સાંધા કરતા કઈ રીતે ભિન્ન છે?
  12. ચલ સાંધા અને અચલ સાંધા કોને કહે છે?
  13. મિજાગરાનો સાંધો ઉદાહરણ આપી સમજાવો.
  14. આપણાં શરીરમાં કઈ કઈ જગ્યાએ અચલ સાંધા આવેલા છે?
  15. બાળકના જન્મ સમયે માનવ કંકાલ કેટલા હાડકાઓનું બનેલું હોય છે?
  16. મનુષ્ય પુખ્ત અવસ્થામાં પહોંચે ત્યારબાદ તેના કંકાલમાં હાડકાઓની સંખ્યા કેટલી થઈ જાય છે?
  17. બાળ જન્મથી પુખ્તવસ્થા સુધીમાં પહોંચતા માનવ કંકાલમાં હાડકાઓની સંખ્યામાં કોઈ ફેરફાર જોવા મળે છે? જો હા, તો કયો?
  18. કંકાલ કોને કહે છે?
  19. હાડકામાં ઇજા પહોંચે તો તે ઈજાની જાણ  ડૉકટર શું કરાવવા કહે છે?
  20. મણિબંધાસ્થિ એટલે શું?
  21. પાંસળી-પિંજર કોને કહે છે?
  22. છાતીની દરેક બાજુએ કેટલી પાંસળીઓ હોય છે?
  23. પાંસળી-પિંજર આપણાં શરીરનાં કયા અંગોનું રક્ષણ કરે ચગે?
  24. કંકાલના કર્યો જણાવો.
  25. ખલ - દસ્તાનાં સાંધાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?
  26. કરોડસ્તંભ કોને કહે છે?
  27. કરોડસ્તંભ અન્ય કયા નામે ઓળખાય છે?
  28. કશેરૂકા કોને કહે છે?
  29. કરોડસ્તંભ કેટલી કશેરૂકાઓથી બનેલી હોય છે?
  30. ખંભા આગળ આવેલા બે ઉપસેલા અસ્થિઓને શુ કહે છે?
  31. જો કરોડસ્તંભ એક જ લાંબા હાડકાનો બનેલો હોત તો શું થાત? 
  32. સ્કંધાસ્થિ કોને કહે છે?
  33. નિતંબાસ્થિ કોને કહે છે? તેને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? 
  34. જઠરની નીચે આવેલાં વિભિન્ન અંગોને રક્ષણ આપનાર અસ્થિ કયા છે? 
  35. શ્રોણિ‌‌-અસ્થિ શેનાં જેવી સંરચના બનાવે છે?
  36. આપણે કયા અસ્થિની મદદથી બેસી શકીએ છીએ? 
  37. ખોપરી શરીરનાં કયા અંગનું રક્ષણ  કરે છે? 
  38. શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ કયું છે?
  39. કોમલાસ્થિ કોને કહે છે?
  40. આપણા શરીરનું કોઈ એવુ અંંગ જણાવો જ્યાં અસ્થિકૂર્ચા આવેલા છે.
  41. કોમલાસ્થિને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?
  42. માનવકંકાલ શેની મદદથી બને છે? 
  43. અસ્થિઓને ગતિ પ્રદાન કરતી વખતે સ્નાયુઓ કઈ રીતે કાર્ય કરે છે તે સમજાવો. 
  44.  સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુઓની સ્થિતિ જણાવો. 
  45. અળસિયાની ગતિ સમજાવતી આકૃતિ દોરો. 
  46. અળસિયા કઈ રીતે ચાલે છે? 
  47. અળસિયાના શરીર પર આવેલ નાના નાના વાળ જેવી રચનાને શું કહે છે?
  48. અળસિયા માટીને ફળદ્રુપ બનાવે છે. શું તમે આ વિધાન સાથે સહમત છો? કારણ સાથે સમજાવો. 
  49. અળસિયાને જમીનમાં પક્કડ બનાવી રાખવામાં કોણ સહાય કરે છે? 
  50. ગોકળગાય વિશે ટૂંકમાં માહિતિ આપો. 
  51. ગોકળગાયના પગની ગતિ કેવા પ્રકારની ગતિ છે?
  52. ગોકળગાય શેની મદદથી ચાલે છે? 
  53. વંદાને કેટલા પગ હોય છે? 
  54. વંદા વિશે ટૂંંકમાં માહિતી આપો. 
  55. વંદાની ગતિ શેના કારણે શક્ય બને છે?
  56. વંદાને ચાલવામાં કોણ મદદ કરે છે?
  57. કયા કયા પક્ષીઓ પાણીમાં તરે છે?
  58. પક્ષીઓનું શરીર ઊડવા માટે કઈ રીતે અનુકૂલિત થયેલુંંહોય છે?
  59. પક્ષીઓના અગ્ર ઉપાંગનો અસ્થિ ભાગ શેમાં રૂપાંતરિત થયેલ હોય છે? 
  60.  માછલીઓના શરીરનો આકાર કેવો હોય છે? 
  61. પાણીમાં માછલીની ગતિ આકૃતિ દોરી સમજાવો.  
  62. માછલીને તરવામાં તેનું કયું અંગ મદદ કરે છે?
  63. માછલીના મીનપક્ષનું કાર્ય જણાવો. 
  64. પાણીમાં ઊંડે સુધી જઈ સંસોધનનું કાર્ય કરતાં માણસોને કયા નામે ઓળખવામાં આવે છે? તેઓ સરળતાથી તરી શકે તે માટે પગમાં શું પહેરે છે?
  65. સાપના શરીરના કંકાલ ની રચના સમજાવો. 
  66. સાપ શા માટે સીધી રેખામાં આગળ વધતો નથી? 
  67. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા કયા દિવસને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' તરીકે જાહેર કર્યો છે? 
  68. આપણાં જીવનમાં યોગનું મહત્વ જણાવો. 
  69. શું આપણે જાતે જ બધા આસનો કરી શકીએ? 

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL