Standard 8 Chaper 11 Chemical effects of electric current
પ્રકરણ 11 વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો
- વિદ્યુત દ્રાવણમાંથી જ્યારે વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે તેના રંગમાં ફેરફાર થાય છે. આ વિદ્યુતપ્રવાહની કેવી અસર છે?
- શું બધા દ્રાવણો વિદ્યુતના સુવાહકો હોય છે?
- વિદ્યુત ટેસ્ટરના પ્રકાર જણાવો.
- વિદ્યુતપ્રવાહની કઈ કઈ અસરો જોવા મળે છે?
- કોઈ દ્રાવણ વિદ્યુતનું સુવાહક છે કે નહી તેની ચકાસણી કેવી રીતે કરશો?
- તમે તમારા અભ્યાસક્રમના પ્રયોગ કરવા વિદ્યુતના સ્ત્રોત તરીકે જનરેટર, ઈન્વર્ટર કે મુખ્ય પુરવઠાનો ુપયોગ કરશો? સમજાવો.
- LED. નું પુરુ નામ જણાવો.
- LED વિશે નોંધ લખો.
- ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટટર કઈ રીતે કાર્ય કરે છે? સમજાવો.
- પદાર્થોને શા માટે વિદ્યુતઅવાકોમાં વર્ગીકૃત કરવામાં આવતા નથી?
- તમને એસિડ, બેઈઝ, ક્ષાર તથા તટસ્થ દ્રાવણ ના નમૂના આપવામાં આવે, તો તેમાંથી કયુ દ્રાવણ વિદ્યુત નું વહન કરશે તે તમે કહી શકો?
- પાણીમાંથી વિદ્યુતપ્રવાહનું વહન કરવામાં આવે તો તેમાં કઈ પ્રક્રિયા થતી જોવા મળે? આ બાબત કોણે દર્શાવી?
- સોનલ પાસે એક વિદ્યુતકોષ છે, જેમાં ધન ધ્રુવ કે ઋણ ધ્રુવ દર્શાવેલ નથી. તેની પાસે બટેકા છે. તો શું સોનલ તે વિદ્યુતકોષના ધન ધ્રુવ કે ઋણ ધ્રુવ જાણી શકશે? કઈ રીતે? સમજાવો.
- વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર એટલે શું?
- બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે?
- વિદ્યુતપ્રવાહ ની ચુંબકીય અસર કોને કહે છે?
- ક્રોમિયમ ધાતુ કેવો દેખાવ ધરાવે છે?
- જો ઈલેક્ટ્રોડ્સ પાણીમાં ડૂબેલા હોય અને તેમાં વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે તો તેમાં શું જોવા મળે છે? આ ઘટના સૌ પ્રથમ કોણે દર્શાવી?
- ઈલેક્ટ્રોડ્સ ને પ્રવાહીમાં ડૂબાડી તેમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેમાં વાયુનાં પરપોટા શા માટે જોવા મળે છે?
- બટેકાંને અડધુ કાપી તેના અંદરના ભાગમાં તાંબાના તારના બે છેડા રાખી આ વાહકતારમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં શું જોવા મળે છે?
- ઈલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાનું ઉદાહરણ આપી સમજાવો.
- ઈલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાનો વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવાં ઉદાહરણ જણાવો.
- કારખાનામાં ઈલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાઈ ગયેલ વિદ્યુત દ્રાવણોનો નિકાલ પર્યાવરણના સંરક્ષણ ની માહિતી ઉપલબ્ધ છે?
- ખાદ્ય પદાર્થો ના સંગ્રહ માટે ઉપયોગ માં લેવામાં આવતા ડબામાં લોખંડ પર ટિન નું ઈલેક્ટ્રોપ્લેટિગ કરવામાં આવે છે. કારણ આપી સમજાવો.
- લોખંડના બનાવેલ પુલ ને કાટ શા માટે લાગતો નથી?
- ઈલેક્ટ્રોપ્લેટિગ કોને કહેવાય?
- વિદ્યુત પ્રવાહ ની રાસાયણિક અસર કોને કહેવાય છે?
- વિદ્યુત નું વહન કરતા મોટા ભાગના દ્રાવણો શેનાં દ્રાવણો હોય છે?
Comments
Post a Comment