Standard 8: Chapter 1- Crop Production and Management
પ્રકરણ 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
- તમે જાણતા હોવ તેવા ખેત ઓજારો ના નામ આપો.
- કયું સજીવ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે?
- સજીવો ખોરાક શા માટે લે છે?
- આપણે ખોરાક શેમાંથી પ્રાપ્ત કરીએ છીએ?
- આપણે ખેતી માટે વિશિષ્ટ કૃષિ પદ્ધતિઓ અપનાવી પડશે . સમજાવો.
- ખેતી ની શરૂઆત કાઈ રીતે થઈ?
- પાક કોને કહેવાય? ઉદાહરણ આપો.
- ભારતનાં પ્રદેશો કઈ કઈ વાતાવરણીય પરિસ્થિતિમાં વિવિધતા દર્શાવે છે?
- ઋતુ ના આધારે પાક નાં કેટલા પ્રકાર પડે છે? કયા કયા?
- ભારતમાં વરસાદ ની ઋતુ સામાન્ય રીતે કયા કયા સમયગાળા દરમિયાન જોવા મળે છે?
- ભારતમાં શિયાળા ની ઋતુ નો સમયગાળો સામાન્ય રીતે કયો છે?
- ખરીફ પાક કોને કહે છે?
- રવિ પાક કોને કહે છે?
- રવિ પાક નો સમયગાળો કયો છે?
- ઉનાળામાં કયા પાક ઉગાડવામાં આવે છે?
- ડાંગર ને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતા નથી?
- પાકને ઉછેરવા માટે ખેડૂત કઈ કઈ પદ્ધતિઓ અપનાવે છે?
- પાક ઉછેરતા પહેલા ભૂમિને શા માટે તૈયાર કરવામાં આવે છે?
- જમીનમાં રહેતાં અળસિયા ખેડૂતના મિત્રો છે. સમજાવો.
- ખેડાણ કોને કહે છે? તેના માટે કયા સાધનો નો ઉપયોગ કરવામાં આવે છે?
- હળ ની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો.
- ફાળ કોને કહે છે?
- હળ શાફ્ટ કોને કહે છે?
- ઢેફા કોને કહે છે?
- હળ ની રચના સમજાવો.
- હળ ને ખેંચવા માટે કયા કયા પ્રાણીઓ મદદરૂપ બને છે?
- ખરપિયો નો ઉપયોગ જણાવો.
- ખરપિયા વિશે નોંધ લખો.
- ખરાપિયા ની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો.
- દાંતી વિશે સમજાવો.
- હળનાં કેટલા પ્રકાર છે? કયા કયા?
- જો ખેતર ની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવું પડે?
- વાવણી કરતી વખતે ખેડૂત કેવા બીજ ને પ્રાથમિકતા આપે છે?
- પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વપરાતું ઓજાર કેવા આકારનું હોય છે?
- આજના જમાનામાં બીજની વાવણી માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તે શેનાં દ્વારા સંચાલિત છે?
- વાવણી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ?
- સમય અને મહેનત બંને નો બચાવ થાય તે માટે રોપણી કરવા માટે કયું ખેત ઓજાર વાપરી શકાય?
- કિશનભાઈ તેમના પુત્ર રવિ ને ખેતરમાં લઈને જાય છે.રવિ તેના પિતાને કામ કરતાં જોઈને બીજ વાવવાની જીદ કરે છે. રવિ બીજને એક જગ્યાએ ઢગલો કરીને જમીનમાં માટી દ્વારા ઢાંકી દે છે. શું બીજનો સારો વિકાસ થશે? તમારું મંતવ્ય જણાવો.
- ખાતર કોને કહે છે?
- ખાતરના કેટલાં પ્રકાર છે? કયા કયા?
- ખેતર માં ખેડૂત સમયાંતરે ખાતર ઉમેરે છે. કારણ આપી સમજાવો.
- કુદરતી ખાતર એ કેવો પદાર્થ છે?
- કુદરતી ખાતર શેમાંથી પ્રાપ્ત થાય છે?
- કુદરતી ખાતર કઈ રીતે બનાવવામાં આવે છે?
- કૃત્રિમ ખાતર એ કેવા પદાર્થ છે?
- તફાવત આપો. : કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર
- કુદરતી ખાતર ના ફાયદા જણાવો.
- કૃત્રિમ ખાતરના ફાયદા જણાવો.
- કૃત્રિમ ખાતરના ગેરફાયદા જણાવો.
- કૃત્રિમ ખાતરના ઉદાહરણ આપો.
- પાકની ફેરબદલી કરવાથી ખાતરનો ઉપયોગ કેવી રીતે ઘટાડી શકાય?
- NPK માં કયા તત્વો સમાયેલા હોય છે?
- વાતાવરણ માં રહેલા નાઇટ્રોજન નું જમીન માં સ્થાપન કોણ કરે છે? તે ક્યાં જોવા મળે છે?
- વનસ્પતિમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે?
- વનસ્પતિમાં પાણીની અગત્યતા જણાવો.
- પાકને ઉનાળા માં શા માટે વધુ પાણી ની જરૂર હોય છે?
- સિંચાઇ કોને કહે છે?
- સિંચાઇ નો સમય અને માત્રા શેના પર આધાર રાખે છે?
- સિંચાઇ ના સ્ત્રોત કયા કયા છે ?
- સિંચાઇની પરંપરાગત રીતો કઈ છે?
- પાણીને ઉપર ખેંચવા માટે કયા સાધન નો ઉપયોગ થાય છે? તેને ચલાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
- સિંચાઇની આધુનિક પદ્ધતિ જણાવો.
- ફુવારા પદ્ધતિ વિશે નોંધ લખો.
- ફુવારા પદ્ધતિનો ઉપયોગ કયા પ્રકારની જમીન માટે ખૂબ ઉપયોગી છે?
- બગીચા માટે કઈ આધુનિક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?
- ટપક પદ્ધતિ વિશે નોંધ લખો.
- નિંદામણ કોને કહે છે?
- નીંદણ દૂર કરવું શા માટે જરૂરી છે?
- નીંદણ ને કયારે દૂર કરવું યોગ્ય છે?
- નીંદણ દૂર કરવા કઈ કઈ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે?
- નીંદણનાશક કોને કહે છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે?
- નીંદણનાશક નો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો જોઈએ. કારણ આપી સમજાવો.
- લણણી કોને કહે છે?
- એક અનાજ પાક ને પરિપક્વ થતાં કેટલો સમય લાગે છે?
- લણણી માટે કયા સાધન નો ઉપયોગ કરવામાં આવે છે?
- થ્રેશીંગ કોને કહે છે?
- હાર્વેસ્ટર તથા થ્રેશર બંને નું સંયુક્ત સ્વરૂપ કયું સાધન છે?
- લણણી બાદ છોડના ઠૂંઠા કેટલીક વાર ખેડૂતો દ્વારા આગ લગાવી ને સળગાવી દેવામાં આવે છે. શું આ યોગ્ય છે? શા માટે?
- આપણાં દેશમાં પાકની લણણી સાથે કયા કયા ઉત્સવો ઉજવવામાં આવે છે?
- પાકનો સંગ્રહ શા માટે જરૂરી છે?
- પાકનો સંગ્રહ કઇ રીતે કરવામાં આવે છે?
- પશુપાલન કોને કહે છે?
- વિટામિન - D કયા ખાદ્યપદાર્થમાં વધુ માત્રા માં જોવા મળે છે?
Comments
Post a Comment