Standard 8: Chapter 12 - Some natural phenomena
પ્રકરણ 12 કેટલીક કુદરતી ઘટનાઓ
- કઈ કઈ કુદરતી ઘટનાઓ વિનાશક બની શકે છે?
- વીજળી થવા માટેનું કયું કારણ જવાબદાર છે?
- વિજભારિત પદાર્થો કોને કહે છે?
- કયા કયા પદાર્થોને એકબીજા સાથે ઘસવાથી તે વિજભારીત બને છે?
- વિજભારના કેટલા પ્રકાર છે? કયા કયા?
- સમાન વિજભાર કોને કહે છે?
- અસમાન વિજભાર કોને કહે છે?
- કેવા વિજભારો વચ્ચે આકર્ષણ થાય છે?
- કેવા વિજભારો વચ્ચે અપાકર્ષણ થાય છે?
- વિદ્યુત પ્રવાહ ક્યારે સર્જાય છે?
- વિદ્યુત સુવાહક પદાર્થો કોને કહે છે? ઉદાહરણ આપો.
- વિદ્યુત અવાહક પદાર્થો કોને કહે છે? ઉદાહરણ આપો.
- ઇલેક્ટ્રોસ્કોપ કોને કહે છે?
- વિદ્યુત વિભારિત એટલે શું?
- અર્થિગ કોને કહે છે?
- અર્થિગ ક્યાં અને શા માટે કરવામાં આવે છે?
- કયા વિજ્ઞાનીએ દર્શાવ્યું કે વીજળી અને પોલીએસ્ટર કપડાં ઉતારતી વખતે થતાં તણખા એ સમાન ઘટનાઓ છે?
- અંબર શું છે?
- પ્લાસ્ટિકની રીફિલ ને પોલિથીન સાથે ઘસતાં શું થાય છે?
- પ્રાચીન સમયમાં લોકો વીજળીથી શા માટે ડરતાં હતાં?
- પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસ્યા બાદ કાગળના ટુકડાની નજીક લાવતાં શું થાય છે? શા માટે?
- કાચના સળિયાને રેશમ સાથે ઘસવાથી બંનેમાં કયા કયા પ્રકારના વીજભાર ઉત્પન્ન થાય છે?
- બે ચોક્કસ પદાર્થોને એકબીજા સાથે ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર ને શું કહે છે? શા માટે?
- વિદ્યુત પ્રવાહના વહન થી કયા કયા કાર્યો થાય છે?
- તમે સાદું ઇલેકટ્રોસ્કોપ કેવી રીતે બનાવશો?
- વીજળી થવાની પ્રક્રિયા વર્ણવો.
- વીજળી થવાની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા કહી શકાય? વિદ્યુત ભારિત કે વિદ્યુત વિભારીત?
- કેટલીક ઇમારતો પર વિદ્યુત રક્ષક શા માટે લગાવવામાં આવે છે?
- ગાજવીજ દરમિયાન કઈ જગ્યાઓએ હોવું સુરક્ષિત નથી?
- કઇ કુદરતી ઘટનાની આગાહી કરી શકાતી નથી?
- ગાજવીજ સાથેનાં તોફાન ની ચેતવણી કયો વિભાગ આપે છે?
- ભૂકંપ એટલે શું?
- ભારતનાં કયા કયા વિસ્તારમાં મોટા ભૂકંપ નો અનુભવ થયેલો છે?
- ભૂકંપ મુખ્યત્વે કયા કારણથી થાય છે?
- ભૂકંપને કારણે કઈ કઈ કુદરતી હોનારતો થઈ શકે છે?
- પૃથ્વીનો પોપડો કોને કહે છે?
- પૃથ્વીનાં સંદર્ભમાં પ્લેટ એટલે શું?
- પૃથ્વીના પોપડામાં વિક્ષેપ કઈ રીતે ઉત્પન્ન થાય છે?
- પૃથ્વીનાં બંધારણની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
- પૃથ્વીની પ્લેટોનું હલનચલન દર્શાવતી આકૃતિ દોરો.
- ભૂકંપ થવાના કારણો કયા કયા હોઈ શકે?
- સિસ્મીક કે ફોલ્ટ ઝોન કોને કહે છે?
- ભારતનાં કયા કયા વિસ્તારો સિસ્મીક વિસ્તારો છે?
- રિક્ટર સ્કેલ કોને કહે છે?
- વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા કેટલી હોય છે?
- ભુજ અને કાશ્મીર બંનેનાં ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
- સિસ્મીક તરંગો કોને કહે છે?
- સિસ્મીક તરંગોને કયા સાધન વડે નોંધવામાં આવે છે?
- સિસ્મો્ગ્રાફની રચના આકૃતિ દોરી વર્ણવો.
- ભૂકંપ સામે રક્ષણ મેળવવા કઈ કઈ સાવચેતીઓ રાખશો?
- ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા કયા કયા પગલાં લેશો?
Bhaskar Daksh
ReplyDelete