Standard 8: Chapter 2- Microorganism : Friends & Foe
પ્રકરણ 2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
- સૂક્ષ્મજીવો કોને કહે છે?
- સૂક્ષ્મજીવો ક્યાં રહે છે?
- વાઇરસ અન્ય સૂક્ષ્મજીવો કરતા કઈ રીતે ભિન્ન છે?
- વાઇરસ દ્વારા કયા કયા રોગો થાય છે?
- પ્રજીવ થી કયા કયા રોગો થાયછે?
- ટાઇફોઇડ કયા બેકટેરિયાથી ફેલાય છે?
- ક્ષયને અન્ય કયા નામે ઓળખાય છે? તે કયા સૂક્ષ્મજીવ થી ફેલાય છે?
- અમીબાની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- પેરામિશીયમ ની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- કયા કયા સૂક્ષ્મજીવો સમૂહ માં જોવા મળે છે?
- કયા કયા સૂક્ષ્મજીવો એકલા અટૂલા જોવો મળે છે?
- સૂક્ષ્મજીવો જમીન ની ફળદ્રુપતા વધારવામાં કેવી રીતે ઉપયોગી બને છે?
- પ્રાચીનકાળથી સૂક્ષ્મજીવોનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવે છે?
- દૂધમાંથી દહીં બનાવવા માટે મુખ્યત્વે કયા બેકટેરિયા ઉપયોગી બને છે?
- ઢોકળા નાં ખીરું માં આથવણ આવવાની પ્રક્રિયા સમજાવો.
- વેપાર માં સૂક્ષ્મજીવો કઈ કઈ રીતે ઉપયોગી છે?
- આથવણ કોને કહે છે?
- આથવણ ની શોધ કોણે અને ક્યારે કરી?
- એન્ટિબાયોટિક્સ ના ઉત્પાદનમાં કયા સૂક્ષ્મજીવો નો ઉપયોગ થાય છે? ઉદાહરણ આપો.
- એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે?
- પેનિસિલિન કોણે , ક્યારે અને કેવી રીતે બનાવી?
- પાલતુ પ્રાણીઓને એન્ટિબાયોટિક્સ શા માટે આપવામાં આવે છે? કેવી રીતે?
- શરદી અને તાવ માં એન્ટિબાયોટિક્સ લેવી જોઈએ? શા માટે?
- પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે સૂક્ષ્મજીવો કેવી રીતે ઉપયોગી બને છે?
- શીતળા ની રસી ની શોધ કોને અને ક્યારે કરી?
- બાળકને પોલિયોની રસી કયા સ્વરૂપે આપવામાં આવે છે?
- કયા રોગ વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું?
- કયા રોગને રસીકરણ દ્વારા નાબૂદ કરવામાં આવ્યો છે?
- રસીનું ઉત્પાદન શેમાંથી કરવામાં આવે છે?
- ભૂમિમાં નાઇટ્રોજન નું સ્થાપન કેવી રીતે થાય છે?
- પર્યાવરણનું શુદ્ધિકરણ માં સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો.
- રોગકારક સૂક્ષ્મજીવો કોને કહે છે?
- મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શેનાં દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે?
- ચેપી રોગો કોને કહે છે?
- ચેપી રોગોના ઉદાહરણ આપો.
- મિલન છીંક ખાય છે. તો તેણે શું કાળજી રાખવી જોઈએ? શા માટે?
- સૂક્ષ્મજીવો ના વાહકનાં ઉદાહરણ આપો.
- એક લારી પર માખીઓ ઉડી રહી છે. તો શું તમે તે લારી પરનો ખોરાક ખાવાનું યોગ્ય સમજશો? શા માટે?
- મેલેરિયાનું વાહક કયું છે?
- ડેન્ગ્યુ વાઇરસ નું વાહક કયું છે?
- મચ્છર શેમાં પ્રજનન કરે છે?
- મેલેરીયાને ફેલાતો કેવી રીતે અટકાવી શકાય?
- એંથ્રેક્સ રોગનો વાહક કોણ છે?
- રોબર્ટ કોશે શેની શોધ કરી હતી? ક્યારે?
- ઢોર માં ફૂટ અને માઉથ ડીસીઝ શેનાં દ્વારા થાય છે?
- કોઈ પણ ત્રણ વનસ્પતિજન્ય રોગો, તેનાં માટે જવાબદાર સૂક્ષ્મજીવ અને તેના ફેલાવાની રીત જણાવો.
- રિમાએ બજારમાં જઈને સમોસા ખાધા. ઘરે આવીને તેને ઊલટી થવા લાગી. તેને દવાખાને લઇ જવામાં આવી. આવું શા કારણે થયું હશે?
- બજારમાંથી લીધેલી કેરીઓ મૂકી રાખવાથી તે થોડાં દિવસમાં બગડી જાય છે. જ્યારે તે કેરીમાંથી બનાવેલ અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. આવું કેમ?
- તમે જાણતા હો તેવા કોઈ પણ બે રાસાયણિક પ્રિઝર્વેટિવઝ ના નામ આપો.
- ખાદ્ય પદાર્થ ને સૂક્ષ્મજીવોના આક્રમણથી બચાવવા આપણે કઈ કઈ પદ્ધતિઓ અપનાવીએ છીએ? દરેક પદ્ધતિ વિશે સમજાવો.
- લાંબા સમય થી માંસ અને માછલીની જાળવણી માટે ક્યાં સંયોજન નો ઉપયોગ કરવામાં આવે છે?
- મીઠાનો ઉપયોગ શેની શેની જાળવણી માટે કરવામાં આવે છે?
- એસિટિક એસિડ ને સામાન્ય રીતે કયા નામે ઓળખવામાં આવે છે?
- પેશ્ચ્યુરાઈઝેશન કોને કહે છે? તે કેવી રીતે કરવામાં આવે છે?
- પેશ્ચ્યુરાઈઝેશનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
- ખાદ્યપદાર્થોને કેવી રીતે સંગ્રહ કરવાથી તેને સૂક્ષ્મજીવોથી બચાવી શકાય છે?
- રાઈઝોબિયમ બેકટેરિયા આપણને કઈ રીતે ઉપયોગી છે?
- રાઈઝોબિયમ બેક્ટરીયા ક્યાં વસવાટ કરે છે?
- આપણા વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે?
- નાઇટ્રોજન શેમાં હાજર હોય છે?
- કયા સજીવો વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી યોગ્ય નાઇટ્રોજન ક્ષરોમાં રૂપાંતરણ કરી શકે છે?
- વનસ્પતિ નાઇટ્રોજનનો ઉપયોગ શેના માટે કરે છે?
- વનસ્પતિ દ્વારા પ્રાણીઓ અને વનસ્પતિમાં રહેલા નાઇટ્રોજનનો પુનઃઉપયોગમાં કેવી રીતે લેવાય છે?
- નાઇટ્રોજન ચક્ર ની ડાયાગ્રામ દોરી સમજ આપો.
- ભીંડા ના પિત્ત ને કયા નામે ઓળખવામાં આવે છે?
Comments
Post a Comment