Standard7 chapter 12: Forests

પ્રકરણ 12 : જંગલો

Forests 

  1. 'જંગલો એ લીલાં ફેફસાં છે અને કુદરતનું જળશુદ્ધિકરણ તંત્ર છે' આ વાક્ય સમજાવો.
  2. કઈ કઈ વસ્તુઓ વન્ય પેદાશો કહેવાય છે?
  3. વૃક્ષ નો તાજ (મુગટ) કોને કહેવામાં આવે છે?
  4. ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો ઉપર છવાઈને પ્રદાન કરતી છત્રછાયાને કયા નામે ઓળખવામાં આવે છે?
  5. વાનસ્પતિક સમૂહો કોને કહે છે?
  6. છોડ, વૃક્ષ, ક્ષુપ ને તેમના સૌથી વધુ ઊંચાઈ થઈ ઓછી ઊંચાઈ પ્રમાણે ક્રમમાં ગોઠવો.
  7. તમે જાણતા હો તેવી કોઈ પણ એક આહાર કડી લખો.
  8. જંગલી વૃક્ષોનાં નામ આપો.
  9. જંગલનાં ઊંડાણવાળા વિસ્તારમાં કયા કયા પ્રાણીઓ રહેતાં હોય છે?
  10. જંગલમાં બાળકોની હાજરીને લીધે ઝાડ પર રહેલા વાદરાઓએ કૂદાકૂદ કેમ કરી?
  11. જંગલમાં ઊંડાઈ વાળા વિસ્તારમાં શા માટે ન જવું જોઈએ?
  12. જંગલમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે?
  13. જંગલનું તળિયું કેવું હોય છે?
  14. ફૂગ અને સૂક્ષ્મજીવો શાના પર નભે છે?
  15. જો એક આહારશૃંખલામાં ખલેલ પડે તો શું થાય?
  16. મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓને ઘેરા રંગનાં સેન્દ્રિય પદાર્થમાં કોણ ફેરવે છે?
  17. જંગલો વરસાદ લાવવામાં કેવી રીતે મદદરૂપ બને છે?
  18. વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે અને કયો વાયુ મુક્ત કરે છે?
  19. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો વાયુ લે છે અને કયો વાયુ મુક્ત કરે છે?
  20. જંગલો આપણને તથા અન્ય સજીવોને કઈ રીતે ઉપયોગી છે?
  21. જંગલનાં વૃક્ષોને પોષકતત્વોનો પુરવઠો કોણ પૂરો પાડે છે?
  22. જંગલો એક 'અદ્વિતીય જીવિત અસ્તિત્વ' થઈ ભરપૂર છે. સમજાવો.
  23. જંગલમાં વરસાદનાં પાણીને કોણ રોકી રાખે છે?
  24. જંગલોનો કયા કયા કારણોથી નાશ કરવામાં આવે છે?
  25. જો જંગલો નાશ પામે તો શું થાય?
  26. તમે જંગલોને બચાવવા શું કરશો?

Comments

Popular posts from this blog

NCERT gujarati medium science question bank

Difference between Ursa Major & Ursa Minor in hindi

NMMS PREPARATION MATERIAL