Standard 7 - chapter 10 Motion and Measurement of Distance

પ્રકરણ 7: ગતિ અને અંતરનું માપન 

Motion and Measurement of Distances


  1. તમે કયા કયા સાધનો દ્વારા મુસાફરી કે યાત્રા કરી શકો છો?
  2. પ્રાચીન કાળ માં લોકો એક સ્થળે થઈ બીજા સ્થળ સુધી યાત્રા કેવી રીતે કરતા હતા?
  3. જલમાર્ગોમાં અવર જવર માટે શેનો ઉપયોગ થાય છે?
  4. શેની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલી માં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા?
  5. વિમાન, સ્ટીમર, સાયકલ , બળદગાડું, બસ, ટ્રેન .  આપેલ પરિવહન સાધનો ને પ્રાચીન થઈ અત્યાધુનિક મુજબ સાચા ક્રમ માં ગોઠવો.
  6. એક જ પાટા પર ચાલતી ગાડીને કયા નામે ઓળખવામાં આવે છે? તમે આવી ટ્રેન ને ક્યાં જોઈ છે?
  7. અવાજની ઝડપે ઉડતાં વિમાનો ને કયા નામે ઓળખવામાં આવે છે?
  8. નીચે આપેલા પરિવહન ના સાધનો ની યાદી ને તેમની શોધ પ્રમાણે પ્રાચીન થી આધુનિક યુગ અનુસાર ગોઠવો.  બળદગાડું, બસ, અંતરિક્ષયાન, સાયકલ, ટ્રેન, વિમાન
  9. કોઈ સ્થાન આપેલ સ્થાન થી કેટલું દૂર છે તે શેની માહિતી પરથી જાણી શકાય છે?
  10. એકમ એટલે શું?
  11. પ્રાચીન સમયમાં લોકો લંબાઈ માપવા માટે કયા કયા એકમોનો ઉપયોગ કરતાં હતાં?
  12. શું પ્રાચીન સમયમાં માપવામાં આવતાં એકમો ચોક્કસ હતાં? શા માટે?
  13. કઈ સંસ્કૃતિ નાં લોકો એ ચોક્કસ લંબાઈ નાં એકમો નો ઉપયોગ કર્યો હશે એવું માનવામાં આવે છે? શા માટે?
  14. 'ક્યુબિટ' એટલે શું? તેનો ઉપયોગ ખાસ કરીને કયા દેશનાં લોકો કરતાં હતાં?
  15. એક ગજ એટલે શું?
  16. રોમમાં વસતા લોકો શેનાં દ્વારા લંબાઈ માપતા હતાં?
  17. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે શેનો ઉપયોગ થતો હતો? શું આજે પણ એ એકમોનો ઉપયોગ થાય છર? જો હા તો ક્યાં? અને ના તો શા માટે?
  18. માપન ની ચોક્કસ રીત કયા દેશે અને ક્યારે વિકસાવી? તેને કયા નામે ઓળખવામાં આવે છે?
  19. SI યુનિટ એટલે શું?
  20. 1 સેન્ટિમીટર કોને કહે છે?
  21. સેન્ટિમીટર નાં 10 સરખાં ભાગ કરતાં મળતા પ્રત્યેક ભાગને શું કહે છે?
  22. 1 મીટર =_____સેમી
  23. 1 સેમી = _____મિલિમિટર
  24. નીચે આપેલ વસ્તુની લંબાઈ માપવા માટે તમે શેનો ઉપયોગ કરશો તે લખો  .   કાપડ, પેન્સિલ, વૃક્ષ નાં થડ ની જાડાઈ, છાતીનું માપ, વ્યક્તિની ઊંચાઈ, વિજ્ઞાનનું પાઠ્ય પુસ્તક
  25. જો તમારી પાસે રહેલી માપપટ્ટી તૂટી ગઈ છે તો શું તમે તેની મદદથી વસ્તુની લંબાઈ માપી શકો? જો ના તો શા માટે? અને જો હા તો કઈ રીતે?
  26. માપપટ્ટી વડે વસ્તુની લંબાઈ માપતી વખતે કઈ કઈ કાળજી લેશો?
  27. કોઈ વક્ર રેખાની લંબાઈ કઈ રીતે માપશો?
  28. ગતિ કોને કહે છે?
  29. તમે જાણતાં હો તેવી ગતિશીલ પદાર્થો/સજીવોની યાદી કરો.
  30. સુરેખ ગતિ કોને કહે છે?
  31. સુરેખ ગતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
  32. વર્તુળાકાર ગતિ કોને કહે છે? ઉદાહરણ આપો.
  33. આવર્તગતિ કોને કહે છે? ઉદાહરણ આપો.
  34. લોલક એટલે શું?
  35. કોઈ વસ્તુની ગતિ ધીમી છે કે ઝડપી તેનો ખ્યાલ શેનાં પરથી આવે છે?
  36. લંબાઈનો SI એકમ કયો છે?

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL