Standard 7 - chapter 10 Motion and Measurement of Distance
પ્રકરણ 7: ગતિ અને અંતરનું માપન
Motion and Measurement of Distances
- તમે કયા કયા સાધનો દ્વારા મુસાફરી કે યાત્રા કરી શકો છો?
- પ્રાચીન કાળ માં લોકો એક સ્થળે થઈ બીજા સ્થળ સુધી યાત્રા કેવી રીતે કરતા હતા?
- જલમાર્ગોમાં અવર જવર માટે શેનો ઉપયોગ થાય છે?
- શેની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલી માં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા?
- વિમાન, સ્ટીમર, સાયકલ , બળદગાડું, બસ, ટ્રેન . આપેલ પરિવહન સાધનો ને પ્રાચીન થઈ અત્યાધુનિક મુજબ સાચા ક્રમ માં ગોઠવો.
- એક જ પાટા પર ચાલતી ગાડીને કયા નામે ઓળખવામાં આવે છે? તમે આવી ટ્રેન ને ક્યાં જોઈ છે?
- અવાજની ઝડપે ઉડતાં વિમાનો ને કયા નામે ઓળખવામાં આવે છે?
- નીચે આપેલા પરિવહન ના સાધનો ની યાદી ને તેમની શોધ પ્રમાણે પ્રાચીન થી આધુનિક યુગ અનુસાર ગોઠવો. બળદગાડું, બસ, અંતરિક્ષયાન, સાયકલ, ટ્રેન, વિમાન
- કોઈ સ્થાન આપેલ સ્થાન થી કેટલું દૂર છે તે શેની માહિતી પરથી જાણી શકાય છે?
- એકમ એટલે શું?
- પ્રાચીન સમયમાં લોકો લંબાઈ માપવા માટે કયા કયા એકમોનો ઉપયોગ કરતાં હતાં?
- શું પ્રાચીન સમયમાં માપવામાં આવતાં એકમો ચોક્કસ હતાં? શા માટે?
- કઈ સંસ્કૃતિ નાં લોકો એ ચોક્કસ લંબાઈ નાં એકમો નો ઉપયોગ કર્યો હશે એવું માનવામાં આવે છે? શા માટે?
- 'ક્યુબિટ' એટલે શું? તેનો ઉપયોગ ખાસ કરીને કયા દેશનાં લોકો કરતાં હતાં?
- એક ગજ એટલે શું?
- રોમમાં વસતા લોકો શેનાં દ્વારા લંબાઈ માપતા હતાં?
- પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે શેનો ઉપયોગ થતો હતો? શું આજે પણ એ એકમોનો ઉપયોગ થાય છર? જો હા તો ક્યાં? અને ના તો શા માટે?
- માપન ની ચોક્કસ રીત કયા દેશે અને ક્યારે વિકસાવી? તેને કયા નામે ઓળખવામાં આવે છે?
- SI યુનિટ એટલે શું?
- 1 સેન્ટિમીટર કોને કહે છે?
- સેન્ટિમીટર નાં 10 સરખાં ભાગ કરતાં મળતા પ્રત્યેક ભાગને શું કહે છે?
- 1 મીટર =_____સેમી
- 1 સેમી = _____મિલિમિટર
- નીચે આપેલ વસ્તુની લંબાઈ માપવા માટે તમે શેનો ઉપયોગ કરશો તે લખો . કાપડ, પેન્સિલ, વૃક્ષ નાં થડ ની જાડાઈ, છાતીનું માપ, વ્યક્તિની ઊંચાઈ, વિજ્ઞાનનું પાઠ્ય પુસ્તક
- જો તમારી પાસે રહેલી માપપટ્ટી તૂટી ગઈ છે તો શું તમે તેની મદદથી વસ્તુની લંબાઈ માપી શકો? જો ના તો શા માટે? અને જો હા તો કઈ રીતે?
- માપપટ્ટી વડે વસ્તુની લંબાઈ માપતી વખતે કઈ કઈ કાળજી લેશો?
- કોઈ વક્ર રેખાની લંબાઈ કઈ રીતે માપશો?
- ગતિ કોને કહે છે?
- તમે જાણતાં હો તેવી ગતિશીલ પદાર્થો/સજીવોની યાદી કરો.
- સુરેખ ગતિ કોને કહે છે?
- સુરેખ ગતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
- વર્તુળાકાર ગતિ કોને કહે છે? ઉદાહરણ આપો.
- આવર્તગતિ કોને કહે છે? ઉદાહરણ આપો.
- લોલક એટલે શું?
- કોઈ વસ્તુની ગતિ ધીમી છે કે ઝડપી તેનો ખ્યાલ શેનાં પરથી આવે છે?
- લંબાઈનો SI એકમ કયો છે?
Comments
Post a Comment