Standard 6: Unit 10- Fun with magnets

પ્રકરણ 10 ચુંબક સાથે ગમ્મત

Fun with magnets

  1. ચુંબક કોને કહે છે?
  2. ચુંબકનો ઉપયોગ થતો હોય તરવી વસ્તુઓના નામ જણાવો.
  3. ચુંબકની શોધ કાઈ રીતે થઈ હોવાનું માનવામાં આવે છે?
  4. મેગ્નેટાઈટ માં કયું તત્વ રહેલું હોય છે?
  5. કૃત્રિમ ચુંબક કોને કહે છે?
  6. કૃત્રિમ ચુંબકના પ્રકાર જણાવો.
  7. વિવિધ આકાર ના ચુંબકો ની આકૃતિ દોરી તેમના નામ આપો. તથા તેમના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ દર્શાવો.
  8. ચુંબકીય પદાર્થો કોને કહે છે? ઉદાહરણ આપો.
  9. બિનચુંબકીય પદાર્થો કોને કહે છે? ઉદાહરણ આપો.
  10. મહેશ ટાંકણીઓનું બોક્ષ લેવા ગયો. અને ભૂલ માં બધી ટાંકણી ઓ જમીન પર વેરાઈ ગઈ. આ ટાંકણી ઓ ને ઝડપથી અને સરળતાથી એકત્રિત કરવા મહેશે શું કરવું જોઈએ?
  11. ચુંબક વડે કઇ કઈ ધાતુઓ આકર્ષાય છે?
  12. ચુંબકને રેતી કે માટી માં ઘસતાં શું થાય છે? શા માટે?
  13. ચુંબકનાં ધ્રુવો કોને કહે છે?
  14. દરેક ચુંબકને કેટલાં ચુંબકીય ધ્રુવો હોય છે? કયા કયા?
  15. ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવતાં ચુંબકનાં કયા વિસ્તારમાં લોખંડનો ભૂકો સૌથી વધુ ચોંટેલો જોવા મળે છે? 
  16. ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે કઈ દિશામાં સ્થિર થાય છે?
  17. ગજિયા ચુંબકનાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ નક્કી કરવા માટેના પ્રયોગ કરતી વખતે તમે કઇ કઈ બાબત ની કાળજી રાખશો?
  18. ચુંબકનો ઉત્તર ધ્રુવ કોને કહે છે?
  19. ચુંબકનો દક્ષિણ ધ્રુવ કોને કહે છે?
  20. ચુંબક વડે કઇ કઈ દિશા જાણી શકાય છે?
  21. સૂર્ય ની મદદ થી કઈ કઈ દિશાઓ જાણી શકાય છે?
  22. ચુંબકનાં ઉત્તર ધ્રુવ ને કયા અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે?
  23. ચુંબકનાં દક્ષિણ ધ્રુવ ને કયા અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે?
  24. પ્રાચીન સમયમાં મુસાફરો હંમેશા પોતાની પાસે દોરીથી બાંધેલો ચુંબક શા માટે રાખતાં હતાં?
  25. હોકાયંત્ર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
  26. હોકાયંત્રની રચના સમજાવો.
  27. હોકાયંત્રમાં અંગ્રેજી મૂળાક્ષરો N-S-E-W શું સૂચવે છે?
  28. તમને દિશા જાણવા માટે હોકાયંત્ર આપવામાં આવે છે. આ હોકાયંત્રનો ઉપયોગ તમે કેવી રીતે કરશો?
  29. શું તમે લોખંડની પટ્ટી ને ચુંબક બનાવી શકો? જો હા તો કઈ રીતે?  શું તે ચુંબક ની જેમ દિશા બતાવી શકશે?
  30. ચુંબકનું ચુંબકત્વ કઇ રીતે નાશ પામે છે?
  31. ચુંબકનાં સમાન ધ્રુવો કોને કહે છે?
  32. ચુંબકનાં સમાન ધ્રુવો પાસપાસે લાવવાથી શું થાય છે?
  33. ચુંબકનાં અસમાન ધ્રુવ કોને કહે છે?
  34. ચુંબક નાં અસમાન ધ્રુવો પાસપાસે લાવવાથી શુ થાય છે?
  35. નિચે આપેલ યાદીઓને ચુંબકીય પદાર્થો અને બિંચુંબકીય પદાર્થોમાં વર્ગીકરણ કરો.   પેન્સિલ, પ્લાસ્ટિક, ખીલી, સોય, ટાંકણી, ખડક, તાંબા ની પટ્ટી, રબર, સેફટી પિન, કાગળ, નિકલ માંથી બનાવેલ રમકડાંની ગાડી
  36. ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે?
  37. હોકાયંત્રમાં કયું કૃત્રિમ ચુંબક વપરાય છે? 
  38. મેગ્નેટાઈટની સૌ પ્રથમ શોધ ગ્રીસ દેશનાં કયા પ્રાંતમાં થઈ હોવાનું માનવામાં આવે છે?
  39. સૌ પ્રથમ વખત 'મેગ્નેટ' કયા પ્રદેશમાંથી મળી આવ્યો હતો?
  40. ચુંબકત્વ એટલે શું?
  41. ચુંબકીય ધ્રુવો એટલે શું? 
  42. બે ચુંબક વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે?
  43. બે ચુંબક વચ્ચે અપકર્ષણ ક્યારે થાય છે?
  44. જો તમને ગજિયો ચુંબક અને તેનાં જેવો જ  લોખંડ નો ટુકડો આપવામાં આવે તો કયો ટુકડો ચુંબક અને કયો ટુકડો લોખંડનો છે તે કઈ રીતે નક્કી કરશો?
  45. ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા શી - શી કાળજી રાખશો?
  46. ચુંબક ની સાચી કસોટી આકર્ષણ નહીં પરંતુ અપકર્ષણ છે. સમજાવો.
  47. તફાવતના બે બે મુદ્દા આપો. ◆ કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક ◆ ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL