Standard 6: Unit 10- Fun with magnets
પ્રકરણ 10 ચુંબક સાથે ગમ્મત
Fun with magnets
- ચુંબક કોને કહે છે?
- ચુંબકનો ઉપયોગ થતો હોય તરવી વસ્તુઓના નામ જણાવો.
- ચુંબકની શોધ કાઈ રીતે થઈ હોવાનું માનવામાં આવે છે?
- મેગ્નેટાઈટ માં કયું તત્વ રહેલું હોય છે?
- કૃત્રિમ ચુંબક કોને કહે છે?
- કૃત્રિમ ચુંબકના પ્રકાર જણાવો.
- વિવિધ આકાર ના ચુંબકો ની આકૃતિ દોરી તેમના નામ આપો. તથા તેમના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ દર્શાવો.
- ચુંબકીય પદાર્થો કોને કહે છે? ઉદાહરણ આપો.
- બિનચુંબકીય પદાર્થો કોને કહે છે? ઉદાહરણ આપો.
- મહેશ ટાંકણીઓનું બોક્ષ લેવા ગયો. અને ભૂલ માં બધી ટાંકણી ઓ જમીન પર વેરાઈ ગઈ. આ ટાંકણી ઓ ને ઝડપથી અને સરળતાથી એકત્રિત કરવા મહેશે શું કરવું જોઈએ?
- ચુંબક વડે કઇ કઈ ધાતુઓ આકર્ષાય છે?
- ચુંબકને રેતી કે માટી માં ઘસતાં શું થાય છે? શા માટે?
- ચુંબકનાં ધ્રુવો કોને કહે છે?
- દરેક ચુંબકને કેટલાં ચુંબકીય ધ્રુવો હોય છે? કયા કયા?
- ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવતાં ચુંબકનાં કયા વિસ્તારમાં લોખંડનો ભૂકો સૌથી વધુ ચોંટેલો જોવા મળે છે?
- ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે કઈ દિશામાં સ્થિર થાય છે?
- ગજિયા ચુંબકનાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ નક્કી કરવા માટેના પ્રયોગ કરતી વખતે તમે કઇ કઈ બાબત ની કાળજી રાખશો?
- ચુંબકનો ઉત્તર ધ્રુવ કોને કહે છે?
- ચુંબકનો દક્ષિણ ધ્રુવ કોને કહે છે?
- ચુંબક વડે કઇ કઈ દિશા જાણી શકાય છે?
- સૂર્ય ની મદદ થી કઈ કઈ દિશાઓ જાણી શકાય છે?
- ચુંબકનાં ઉત્તર ધ્રુવ ને કયા અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે?
- ચુંબકનાં દક્ષિણ ધ્રુવ ને કયા અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે?
- પ્રાચીન સમયમાં મુસાફરો હંમેશા પોતાની પાસે દોરીથી બાંધેલો ચુંબક શા માટે રાખતાં હતાં?
- હોકાયંત્ર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
- હોકાયંત્રની રચના સમજાવો.
- હોકાયંત્રમાં અંગ્રેજી મૂળાક્ષરો N-S-E-W શું સૂચવે છે?
- તમને દિશા જાણવા માટે હોકાયંત્ર આપવામાં આવે છે. આ હોકાયંત્રનો ઉપયોગ તમે કેવી રીતે કરશો?
- શું તમે લોખંડની પટ્ટી ને ચુંબક બનાવી શકો? જો હા તો કઈ રીતે? શું તે ચુંબક ની જેમ દિશા બતાવી શકશે?
- ચુંબકનું ચુંબકત્વ કઇ રીતે નાશ પામે છે?
- ચુંબકનાં સમાન ધ્રુવો કોને કહે છે?
- ચુંબકનાં સમાન ધ્રુવો પાસપાસે લાવવાથી શું થાય છે?
- ચુંબકનાં અસમાન ધ્રુવ કોને કહે છે?
- ચુંબક નાં અસમાન ધ્રુવો પાસપાસે લાવવાથી શુ થાય છે?
- નિચે આપેલ યાદીઓને ચુંબકીય પદાર્થો અને બિંચુંબકીય પદાર્થોમાં વર્ગીકરણ કરો. પેન્સિલ, પ્લાસ્ટિક, ખીલી, સોય, ટાંકણી, ખડક, તાંબા ની પટ્ટી, રબર, સેફટી પિન, કાગળ, નિકલ માંથી બનાવેલ રમકડાંની ગાડી
- ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે?
- હોકાયંત્રમાં કયું કૃત્રિમ ચુંબક વપરાય છે?
- મેગ્નેટાઈટની સૌ પ્રથમ શોધ ગ્રીસ દેશનાં કયા પ્રાંતમાં થઈ હોવાનું માનવામાં આવે છે?
- સૌ પ્રથમ વખત 'મેગ્નેટ' કયા પ્રદેશમાંથી મળી આવ્યો હતો?
- ચુંબકત્વ એટલે શું?
- ચુંબકીય ધ્રુવો એટલે શું?
- બે ચુંબક વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે?
- બે ચુંબક વચ્ચે અપકર્ષણ ક્યારે થાય છે?
- જો તમને ગજિયો ચુંબક અને તેનાં જેવો જ લોખંડ નો ટુકડો આપવામાં આવે તો કયો ટુકડો ચુંબક અને કયો ટુકડો લોખંડનો છે તે કઈ રીતે નક્કી કરશો?
- ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા શી - શી કાળજી રાખશો?
- ચુંબક ની સાચી કસોટી આકર્ષણ નહીં પરંતુ અપકર્ષણ છે. સમજાવો.
- તફાવતના બે બે મુદ્દા આપો. ◆ કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક ◆ ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો
Comments
Post a Comment