Standard 7 - chapter 13 : Speed and Motion
પ્રકરણ 13: ગતિ અને સમય
Speed & Motion
- ગતિ કોને કહે છે?
- સુરેખ ગતિ કોને કહે છે?ઉદાહરણ આપો.
- વર્તુળાકાર ગતિ કોને કહે છે? ઉદાહરણ આપો.
- આવર્તનીય ગતિ કોને કહે છે? ઉદાહરણ આપો?
- એક ટ્રક 25 કિમી નું અંતર કાપવા 1 કલાકનો સમય લે છે. અને એક બસ 25 કિમી નું અંતર કાપવા 30 મિનિટ નો સમય લે છે. તો ટ્રક અને બસની ઝડપની સરખામણી કરી તમે શું તારણ કાઢી શકો?
- પદાર્થની ઝડપ એટલે શું?
- જેમ પદાર્થ/સજીવ નો ચોક્કસ અંતર કાપવા માટેનો સમય ઓછો તેમ તેની ઝડપ _______.
- ટ્રેન ની ઝડપ 120 કિમી/કલાક છે. અર્થ સ્પષ્ટ કરો.
- એક પદાર્થ 3 કલાક માં 174 કિમી અંતર કાપે છે. તેની ઝડપ શોધો.
- અનિયમિત ગતિ કોને કહે છે? ઉદાહરણ આપો.
- નિયમિત ગતિ કોને કહે છે? ઉદાહરણ આપો.
- નિયમિત ગતિ કરતાં પદાર્થ ની સરેરાશ ઝડપ અને અચળ ઝડપ સમાન હોય છે. કારણ આપી સમજાવો.
- જો ઘડિયાળ ન હોય તો સમય નક્કી કરી શકાય? તમે એવું કોઈ ઉદાહરણ જાણો છો?
- 1 દિવસ કોને કહેવામાં આવે છે?
- 1 માસ કોને કહેવામાં આવે છે?
- 1 વર્ષ કોને કહેવામાં આવે છે?
- સમયનું માપન કરવા માટે કયા કયા સાધનો કે વસ્તુઓ નો ઉપયોગ કરવામાં આવે છે?
- તમે કઈ કઈ ઘડિયાળ જોઈ છે?અથવા તમે જાણતા હોવ તેવી ઘડિયાળના પ્રકાર જણાવો.
- સાદું લોલક કોને કહે છે?
- લોલક ના સંદર્ભ માં બોબ કોને કહે છે?
- લોલકે 1 દોલન પૂરું કર્યું એમ ક્યારે કહી શકાય?
- લોલક નો આવર્તકાળ એટલે શું?
- ક્વાર્ટઝ કલોક કોને કહે છે?
- સમયના મૂળભૂત એકમો કયા કયા છે?
- સૂત્ર પરથી ઝડપનો એકમ તારવો..
- 1 દિવસની સેકન્ડ કેટલી?
- 1 વર્ષ નાં કલાક કેટલા?
- 1 માસ ના કલાક કેટલા?
- આપેલ લંબાઈના લોલકને 1 દોલન પૂર્ણ કરવા માટે એક સમાન સમય લાગે છે. આ બાબત નું અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા?
- લોલકવાળા ઘડિયાળ ના વિકાસનો ઇતિહાસ જણાવો.
- જો લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેના આવર્તકાળ માં શો ફેર પડે?
- સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિ ની આરામની અવસ્થામાં તેનું હૃદય કેટલી વાર ધબકે છે?
- રોકેટ ____ મીટર/મિનિટ સુધીની ઝડપ પ્રાપ્ત કરે છે.
- કાચબો કેટલી ઝડપે ગતિ કરે છે?
- સામાન્ય વપરાશમાં જોવા મળતી ઘડિયાળમાં નાનામાં નાના કયા એકમમાં સમય માપી શકાય છે?
- શું 1 સેકન્ડ કરતાં પણ નાના એકમમાં સમય માપી શકાય? જો હા તો કયા એકમમાં? અને તેનો સેકન્ડ સાથેનો સંબંધ પણ જણાવો. જો ના તો શા માટે?
- ઐતિહાસિક ઘટનાઓનો સમય કયા એકમમાં માપવામાં આવે છે?
- વાહન ની ઝડપ દર્શાવતાં મીટર ને કયા નામે ઓળખવામાં આવે છે?
- વાહને કાપેલા કુલ અંતર દર્શાવતાં સાધનને કયા નામે ઓળખવામાં આવે છે?
- અચળ ઝડપે ગતિ કરતી સ્ટીમર નો અંતર-સમય નો આલેખ નો આકાર કેવો મળે છે?
- લોલકની અવર્ત ગતિ નો ઉપયોગ કરતાં સાધન નું નામ જણાવો.
- તમે ઉનાળાના વેકેશન માં ફરવા જાઓ છો. તમારી બસ પર્વત ફરતે આવેલા રસ્તા પર જય રહી છે. વેકેશન ને કારણે રસ્તા પર ખૂબ ટ્રાફિક છે? તમારી બસ કયા પ્રકારની ગતિ કરી રહી હશે?
Comments
Post a Comment