Standard 7: Chapter 10 - Electric current and it's effect
પ્રકરણ 10 : વિદ્યુત પ્રવાહ અને તેની અસરો
Electric current and its effect
- વિદ્યુતકોષને કેટલા ધ્રુવો હોય છે? કયા કયા?
- વિદ્યુતનાં જુદા જુદા ઘટકોના જોડાણ માટેના જોડાણ તાર શેનાં વડે દર્શાવામાં આવે છે?
- બેટરી કોને કહે છે?
- કયા કયા ઉપકારણોમાં વિદ્યુતકોષનો ઉપાયો થાય છે?
- વિદ્યુતકોષના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય છે?
- બે વિદ્યુતકોષ ધરાવતી બેટરી ની આકૃતિ દોરો.
- બેટરી બનાવવા માટે વિદ્યુતકોષોનું જોડાણ દર્શાવતી આકૃતિ દોરો.
- તમારે વિદ્યુતકોષ હોલ્ડર બનાવવું છે તો તમે કયા સાધનનો ઉપયોગ કરશો?
- બેટરીમાં વિદ્યુતકોષોનું જોડાણ કઈ રીતે કરવામાં આવે છે?
- આપણે વિદ્યુત પરિપથને તેના પરિપથ રેખાકૃતિ (સંજ્ઞાઓ ) વડે જ શા માટે દર્શવીએ છીએ?
- વિદ્યુતકળ ની કઈ સ્થિતિમાં વિદ્યુત પરિપથમાંથી વિદ્યુતપ્રવાહ વહેવા લાગે છે? શા માટે?
- વિદ્યુતકળની કઈ સ્થિતિમાં વિદ્યુત પરિપથમાંથી વિદ્યુતપ્રવાહ વહેતો નથી? શા માટે?
- ફિલામેન્ટ કોને કહે છે? તે ક્યારે પ્રકાશ આપે છે?
- બલ્બ ફ્યુઝ થઈ ગયો અથવા ઉડી ગયો એમ ક્યારે કહેવાય?
- તમે તમારી અભ્યાસક્રમની પ્રવૃતિઓ કરવા માટે વિદ્યુત ઉર્જા મેળવવા શેનો ઉપયોગ કર્યો? શા માટે?
- વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
- એલિમેન્ટ કોને કહે છે?
- એલિમેન્ટમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં એલિમેન્ટ પર શી અસર જોવા મળે છે?
- તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો શેનાં પર આધાર રાખે છે?
- વિદ્યુતનો વ્યય કોને કહે છે?
- વિદ્યુત બલ્બમાં વિદ્યુતનો વ્યય સમજાવો. આ વ્યયને ઘટાડવા શું કરી શકાય?
- CFLs નું પૂરું નામ જણાવો.
- ISI માર્ક શું સૂચવે છે?
- વિદ્યુતનાં ફ્યુઝ બનાવવા માટે કેવા પ્રકારનાં તાર વાપરવામાં આવે છે?
- ફ્યુઝની રચના અને કાર્ય વર્ણવો.
- વિદ્યુત પરિપથમાં વધુ પડતો વિદ્યુતપ્રવાહ વહેવાનું કારણ શું હોઈ શકે?
- હાલના વખતમાં ફ્યુઝના સ્થાને શેનો વપરાશ વધ્યો છે?
- MCB નું પૂરું નામ જણાવો
- MCB વિશે નોંધ લખો.
- હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર થાય છે?
- તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય ત્યારે હોકાયંત્રની સોય આવર્તન બતાવે છે એવું નોંધનાર પ્રથમ વ્યક્તિ કોણ હતાં?
- વિદ્યુત ચુંબક કોને કહે છે?
- વિદ્યુત ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી તૈયાર કરો.
- વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરી તેની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો.
- ઇલેક્ટ્રિક હિટરમાં વપરાતું તારનું ગૂંચળું શાનું બનેલું હોય છે?
- ફ્યુઝ વિદ્યુતની કઈ અસર પર કાર્ય કરે છે?
- વિદ્યુત જનરેટર શું છે?
- વિદ્યુત બલ્બની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
- તારમાં વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવાથી ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કઈ બાબતો પર આધાર રાખે છે?
- ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ ની રચના શા માટે કરવામાં આવે છે?
Comments
Post a Comment