Standard 7: Chapter 15 - Light
15. પ્રકાશ
- પ્રકાશ કોને કહે છે?
- તમે કઈ કઈ વસ્તુઓમાંથી પ્રકાશ આવતો જોયો છે?
- પ્રકાશનું પરાવર્તન કોને કહે છે?
- પ્રકાશનો માર્ગ કેવો છે?
- શુ તમે પ્રકાશનો માર્ગ બદલી શકો? જો હા તો કઈ રીતે? જો ના તો શા માટે?
- પ્રતિબિંબનાં કેટલા પ્રકાર છે? કયા કયા?
- વક્ર અરીસા ના કેટલા પ્રકાર છે? કયા કયા?
- આપણે વસ્તુને ક્યારે જોઈ શકીએ છીએ? અથવા આપણને વસ્તુ ક્યારે દેખાય છે?
- સમતલ અરીસામાં જોતાં વસ્તુનું પ્રતિબિંબ કેવું દેખાય છે? તેનો પ્રકાર અને કદ જણાવો.
- તમે તમારો ડાબો હાથ ઊંચો કરી અરીસામાં જોવો તો અરીસામાં તમારો કયો હાથ ઊંચો થયેલો જોઈ શકશો?
- આભાસી પ્રતિબિંબ કોને કહે છે?
- વાસ્તવિક પ્રતિબિંબ કોને કહે છે?
- સમતલ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ અરીસાના કયા ભાગમાં રચાય છે?
- એમ્બ્યુલન્સ ના આગળનાં ભાગમાં ∃ეИΑ」UM A એવું લખાણ આવી વિચિત્ર રીતે કેમ લખાયેલું હોય છે?
- જો કોઈ વક્ર અરીસામાં જોતા તમને તમારું પ્રતિબિંબ નાનું અને ચત્ત જોવા મળે છે તો તે કયા પ્રકારનો અરીસો હશે?
- ચમચીને ઉંધી કરી તેના ઉપસેલા ભાગમાં વસ્તુનું કેવું પ્રતિબિંબ જોવા મળે છે?
- અંતર્ગોળ અરીસો કોને કહે છે?
- બહિર્ગોળ અરીસો કોને કહે છે?
- અંતર્ગોળ અરીસાની અને બહિર્ગોળ અરીસાની આકૃતિ દોરો.
- અંતર્ગોળ અરીસા વડે સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા શું કરશો?
- અંતર્ગોળ અરીસાથી વસ્તુને દૂર લઈ જતાં તેનાં પ્રતિબિંબનાં કદમાં શું ફેરફાર જોવા મળે છે?
- અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં ક્યાં જોવા મળે છે?
- બહિર્ગોળ અરીસા નો ઉપયોગ ક્યાં ક્યાં જોવા મળે છે?
- અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું પડદા પર કેવું પ્રતિબિંબ મળે છે?
- બિલોરી કાંચ એ વાસ્તવમાં શેનો પ્રકાર છે?
- લેન્સ નાં કેટલાં પ્રકાર છે? કયા કયા?
- લેન્સનો ઉપયોગ કઇ કઇ વસ્તુઓમાં થાય છે?
- અંતર્ગોળ લેન્સ કોને કહે છે?
- બહિર્ગોળ લેન્સ કોને કહે છે?
- કેવું પ્રતિબિંબ હંમેશા ચત્તુ જોવા મળે છે?
- કેવું પ્રતિબિંબ હંમેશા ઉલટું મળે છે?
- ચોમાસામાં વરસાદનાં દિવસોમાં મેઘધનુષ ક્યારે દેખાય?
- આકાશમાં દેખાતા મેઘધનુષ્યમાં ચાપની સૌથી ઉપરની કિનારી કયા રંગ ની દેખાય છે?
- આકાશમાં દેખાતાં મેઘધનુષ્યના ચાપમાં દેખાતા રંગો ઉપરથી નીચે પ્રમાણે ક્રમ માં લખો.
- બહિર્ગોળ લેન્સ ને અભિસારી લેન્સ શા માટે કહે છે?
- અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ શા માટે કહે છે?
- જ્યારે પ્રકાશ કોઈ લીસી કે ચળકતી સપાટી પર આપાત થાય છે ત્યારે પ્રકાશનું શું થાય છે?
- જ્યારે પ્રકાશ કોઈ ખરબચડી સપાટી પર આપાત થાય છે ત્યારે પ્રકાશનું શું થાય છે?
- કયા પ્રકારનાં અરીસામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય છે?
- પ્રિઝમ વડે પ્રકાશનું સાત રંગો માં છૂટા પડવાની ઘટનાને શું કહે છે?
- પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના કિરણનું સાત રંગ માં વિભાજન દર્શાવતી આકૃતિ દોરો.
- વાહનોના સાઈડ ગ્લાસ તરીકે કયા પ્રકારના વક્ર અરીસાનો ઉપયોગ થાય છે? શા માટે?
- વાહનોની હેડ લાઇટમાં કયા પ્રકારનાં વક્ર અરીસાનો ઉપયોગ થાય છે?
- તફાવત નાં બે - બે મુદ્દા આપો. 1. આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ 2. અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા. 3. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ.
- અંતર્ગોળ અરીસા વડે પડદા પર વસ્તુનું પ્રતિબિંબ કઇ બાજુએ મળે છે?
- બહિર્ગોળ લેન્સ વડે પડદા પર વસ્તુનું પ્રતિબિંબ મેળવવા પડદા ને કઈ બાજુએ ગોઠવશો?
- તમે રસ્તા પર તમારું વાહન લઈને જાઓ છો. અને પાછળ થી એમ્બ્યુલન્સ આવતી જોવો છો. તો તમે શું કરશો? શા માટે?
- સ્કૂટર કે કાર ના સાઈડ મિરર માં વસ્તુ કેવી દેખાય છે? શા માટે?
- શું તમે તમારા ઘરે અંતર્ગોળ અરીસા કે બહિર્ગોળ અરીસા ના પ્રયોગો કરી શકો? જો હા તો કેવી રીતે? અને જો ના તો શા માટે?
- અંતર્ગોળ લેન્સ વડે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશ ના કિરણ વડે પડદા પર રચાતા પ્રતિબિંબ ની સમજૂતી આપતી આકૃતિ દોરો.
- બહિર્ગોળ લેન્સ વડે દૂર ની વસ્તુમાંથી આવતા પ્રકાશનાં કિરણ વડે મળતા પ્રતિબિંબ ની સમજૂતી આપતી આકૃતિ દોરો.
- તમે કઈ કઈ વસ્તુઓ વડે શ્વેત પ્રકાશનાં કિરણને રંગીન જોઈ શકો છો?
- સૂર્ય પ્રકાશ એ કેટલાં રંગોનું મિશ્રણ છે? કયા કયા?
- ન્યુટન ની તકતી કોને કહે છે?
Comments
Post a Comment