Standard 7: chapter 2. Nutrition in animals
2. પ્રાણીઓમાં પોષણ
Nutrition in Animals
- પ્રાણીઓ પોષણ મેળવવા કોની ઉપર આધાર રાખે છે?
- સજીવ ને ખોરાક ની જરૂરિયાત શા માટે હોય છે?
- ખોરાકમાં રહેલ ઘટકોને સરળ સ્વરૂપમાં રૂપાંતર શા માટે જરૂરી છે?
- પાચન એટલે શું?
- વનસ્પતિમાંથી રસ ચૂસીને ખોરાક ગ્રહણ કરતાં સજીવો નાં નામ આપો.
- તારામાછલી ખોરાક તરીકે શાનો ઉપયોગ કરે છે?
- તારામાછલી ખોરાક કેવી રીતે ગ્રહણ કરે છે. ?
- મનુષ્યનાં પાચનતંત્ર ની શરૂઆત કયા અંગ થી થાય છે?
- મનુષ્યનાં પાચનતંત્ર નો અંત કયા અંગ થી થાય છે?
- મનુષ્યનાં પાચનતંત્રમાં સમાવિષ્ટ અંગો નાં નામ આપો.
- પાચકરસનો સ્ત્રાવ કોણ કરે છે.?
- પાચકરસો પાચનમાં ક્યાં ઉપયોગી છે?
- અંતઃગ્રહણ એટલે શું?
- પાચનમાં દાંત નું કાર્ય શું છે?
- સંપૂર્ણ જીવનકાળ દરમિયાન રહેતા દાંત ને શું કહે છે?
- દાંત ના પ્રકાર કયા કયા છે?
- ખોરાક ને દળવા કે ભરડવા માટે કયા દાંત વપરાય છે?
- કોઈ વસ્તુને ચીરવા કે ફાડવા કયા દાંત નો ઉપયોગ થાય છે?
- લાળગ્રંથિ શરીરનાં કયા ભાગમાં આવેલ છે?
- લાળ નું કાર્ય શું છે?
- ખોરાકના પાચનની શરૂઆત કયા અંગ થી થાય છે?
- જીભ નું કાર્ય શું છે?
- આપણને વાનગીઓનો સ્વાદ સમગ્ર જીભ પર એકસરખી રીતે અનુભવાતો નથી. આ બાબત સમજવા તમે કઈ પ્રવૃત્તિ કરશો?
- સ્ટાર્ચ ઉપર લાળરસની અસર તપાસવા તમે કઈ પ્રવૃતિ કરશો તેનું વર્ણન કરો.
- દાંતનો સડો કેવી રીતે ઉદ્દભવે છે?
- ખોરાક શ્વાસનળીમાં પ્રવેશતાં કેવી રીતે અટકે છે?
- અન્નનળી માં ખોરાક શેના કારણે આગળ વધે છે?
- જઠર ની રચના કેવી છે?
- જઠર કયા અંગ માં ખુલે છે?
- જઠર ની અંદરની દીવાલ શેનો સ્ત્રાવ કરે છે?
- શ્લેષ્મનું કાર્ય શું છે?
- ખોરાકના પાચનમાં એસિડનો સ્ત્રાવ શા માટે જરૂરી છે?
- શરીર માં નાના આંતરડાની લંબાઈ કેટલી છે?
- નાના આંતરડા સાથે કઈ-કઈ પાચક ગ્રંથિ જોડાયેલી હોય છે?
- યકૃતનું સ્થાન શરીર માં કઈ જગ્યાએ છે?
- આપણા શરીર ની સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
- પિત્તરસ નો સ્ત્રાવ કોણ કરે છે?
- પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે?
- પિત્તરસ નું કાર્ય શું છે?
- સ્વાદુપિંડ શરીરમાં ક્યાં આવેલું છે?
- સ્વાદુરસ નું કાર્ય શું છે?
- કાર્બોદિતો નું પાચન થઇ શામાં રૂપાંતર પામે છે?
- પાચનની ક્રિયામાં શોષણ એટલે શું?
- પ્રોટીનનું પાચન થઇ તે શેમાં રૂપાંતર પામે છે?
- રસાંકુરો નાના આંતરડામાં પાચનક્રિયામાં શું ફાળો આપે છે?
- પ્રાણી પોષણમાં શેનો શેનો સમાવેશ થાય છે?
- અજગર કેવી રીતે ખોરાક મેળવે છે?
- તારામાછલીમાં પાચનની ક્રિયા ક્યારે શરુ થાય છે?
- દાંતની ગોઠવણી અને તેના પ્રકાર દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
- દુધિયા દાંત કોને કહે છે?
- કયા કયા પદાર્થો દાંત નો સડો પ્રેરે છે?
- દંત બાલ શું છે? તેનું કાર્ય જણાવો.
- દાંત ની કાળજી રાખવા શું કરવું જોઈએ?
- ક્યારેક ખોરાક લેતી વખતે આપણને કંઈક ફસાયું હોય, હેડકી આવવી અથવા ઉધરસ આવવાની અનુભૂતિ શા માટે થાય છે?
- યકૃતનો રંગ જણાવો.
- સ્વાદુપિંડ કેવા રંગ ની ગ્રંથિ છે?
- નાના આંતરડા દ્વારા શોષાયેલ ખોરાક શેના દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે?
- અભિશોષણ કોને કહે છે?
- આપણા શરીરમાં ખોરાક લીધા પછી તેમાંથી શક્તિ કેવી રીતે છૂટી પડે છે?
- નાના આંતરડામાં રહેલ અપાચિત અને વણશોષાયેલ ખોરાક કયા અંગ માં જય છે?
- મોટા આંતરડાની લંબાઈ કેટલી છે?
- મોટા આંતરડા નું કાર્ય જણાવો.
- ખોરાકનો અર્ધપાચિત ભાગ કયા અંગમાં અને કયા સ્વરૂપે રહે છે?
- મળત્યાગ કોને કહે છે?
- ઝાડા કોને કહે છે?
- ઝાડા થવાનું કારણ શું હોઈ શકે?
- ORS નું પૂરું નામ જણાવો.
- ORS એટલે શું?
- આપણને ભોજન કર્યા પછી તરત જ ભૂખ લાગી જતી નથી? શા માટે?
- વાગોળનાર પ્રાણીઓનાં પાચનતંત્ર ની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- વાગોળનાર પ્રાણીઓમાં પાચનની ક્રિયા સમજાવો.
- વાગોળ એટલે શું?
- વાગોળનાર પ્રાણીઓના ઉદાહરણ આપો.
- ઝાડાને અવગણવા ન જોઈએ. કારણ આપી સમજાવો.
- ઘાસ એ કેવા પ્રકારનું કાર્બોદિત છે?
- અંદ્યાત્ર કોને કહે છે?
- મનુષ્ય ઘાસ ખાઈ શકે છે? શા માટે?
- તળાવના પાણીમાં જોવા માળતા સુક્ષમજીવો કયા કયા છે?
- અમીબાના કોષમાં શું આવેલું છે?
- કોષરસમાં આવેલી ગોળકો જેવી રચનાને શું કહે છે?
- અમીબા પોતાનું હલન ચલન શેના દ્વારા કરે છે?
- અમીબા ના સંદર્ભ માં ખોટા પગ કોને કહે કહે છે?
- અમીબા માં ખોટા પગ નું કાર્ય જણાવો.
- અમીબામાં ખોરાક મેળવવાની પ્રક્રિયા સમજાવો.
- અમીબા માં પાચન ની પ્રક્રિયા સમજાવો
- નાના આંતરડામાંથી કેવા પ્રકારનો ખોરાક શરીર ની બહાર ફેંકાય છે?
- શોષિત ખોરાક શેના માટે વપરાય છે?
- નીચે આપેલા અંગોનું માનવ પાચનતંત્ર અને અન્ય પ્રાણીના પાચનતંત્રના અંગોમાં વર્ગીકરણ કરો . રૂમેન, અંદ્યાંંત્ર, સ્વાદુપિંડ , ખોટા પગ, અન્નધાની , દૂધિયા દાંત
- અમીબા અને મનુષ્યના પોષણમાં સામ્યતા અને જુદાપણું દર્શાવો .
- નીચેનાના નામ આપો.
2. ખોરાકને યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવવું મારા વગર શક્ય નથી. ....
3. હું શરીરનો એવો ભાગ છું જે 6 થી 8 વર્ષ દરમિયાન શરીરનો સાથ છોડી દઉં છું. ....
4. મારામાંથી પસાર થઈને જ ખોરાક જઠરમાં પ્રવેશે છે. ....
5. હું પાચનતંત્રનું ચીલ્લું અંગ છું ...
6. હું મુખગુહાના પાછળના તળિયે જોડાયેલું માસલ અંગ છું. .....
7. હું હવાને નસકોરામાંથી ફેફસાં સુધી પહોંચાડું છું. .....
8. જીભમાં મારું કાર્ય સ્વાદ પારખવાનું છે. .....
9. હું ખોરાકમાંના સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરું છું. .....
10. મારા અંદરની દીવાલ શ્લેષ્મ, હાઈડ્રોક્લોરિક એસિડ અને સ્પાચકરસોનો સ્ત્રાવ કરે છે. ...
11. હું પાચનતંત્રમાં આશરે 7.5 મીટર લાંબુ અંગ છુંં.. ....
12. હું આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છું. ...
13. પિત્તરસ મારી અંદર સંંગ્રહાયેલ હોય છે. .....
14. હું જઠરની નીચે આવેલ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છું. ....
15. હું પાચનતંત્રમાં આશરે 1.5 મીટર લાંબુ અંગ છું. ....
16. ખોરાક જ્યારે મારી અંદરથી પસાર થાય છે ત્યારે અભિશોષણની પ્રક્રિયા થાય છે.
17. હું અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરું છું. .....
18. ગાય/ભેંસમાં હું જઠરનો એવો ભાગ છું જેમાંં પ્રથમ વાગોળવા માટે ખોરાકનો સંગ્રહ થાય છે. ....
19. હું ઘોડ્સા, સસલાં વગેરે જેવા પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડાં વચ્ચે આવેલી કોથળી જેવી રચના છું.
20. અમીબામાં મારું કાર્ય હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરવાનું છે.
Comments
Post a Comment