Standard 7: chapter 4 Acids bases & salts
4. એસિડ, બેઇઝ અને ક્ષાર
Acids, Bases & Salts
- કયા કયા ખાદ્ય પદાર્થો સ્વાદે ખાટાં હોય છે?
- દહીં, છાશ, લીંબુના રસ વગેરેનો ખાટો સ્વાદ શેને આભારી છે?
- એસિડ શબ્દના ઉત્પત્તિ ની માહિતી આપો.
- ખાવાના સોડા નો સ્વાદ કેવો હોય છે?
- એસિડ નાં ગુણધર્મો જણાવો.
- બેઇઝ નાં ગુણધર્મો જણાવો.
- સૂચક કોને કહે છે?
- કયા કયા સુચકો આપણને કુદરતી રીતે મળે છે?
- કુદરતી એસિડ ના નામ જણાવો.
- નીચે આપેલ પદાર્થોમાં કયો એસિડ આવેલો હોય છે તેની નોંધ કરો. (1) વિનેગાર (2) નારંગી (3) દહીં (4) પાલક (5) આમળા (6) કાચી કેરી
- કીડીનાં ડંખમાં કયો એસિડ જોવા મળે છે?
- સાઇટ્રીક એસિડ કયા કુદરતી પદાર્થોમાં જોવા મળે છે?
- વિટામિન C કયા એસિડ સ્વરૂપે હોય છે?
- ટાર્ટરિક એસિડ શેમાંથી મળે છે?
- ચૂનાનું નિતર્યું પાણી કેવી પ્રકૃતિ ધરાવે છે? તેનું નામ જણાવો.
- કાચ સાફ કરવાના પ્રવાહીમાં આવતા બેઇઝ ના નામ જણાવો.
- સાબુમાં કયું બેઇઝ આવેલું હોય છે?
- મિલ્ક ઓફ મેગ્નેશિયા માં આવતા બેઇઝ ની નામ જણાવો.
- સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક લિટમસ શેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે?
- લિટમસ કેવા સ્વરૂપમાં મળે છે?
- લિટમસ અસિડિક દ્રાવણ માં કેવો રંગ આપે છે?
- લિટમસ બેઝિક દ્રાવણ માં કેવો રંગ આપે છે?
- લિટમસ પત્ર કેવા રંગ ના મળે છે?
- તટસ્થ દ્રાવણ કોને કહે છે?
- મીઠું સ્વાદે કેવું હોય છે?
- હળદર પત્ર બનાવવા તમે શું કરશો?
- ચૂનાનું નિતર્યું પાણી/ ચૂનાનું દ્રાવણ કેવી રીતે બનાવશો?
- સફેદ કપડાં પર હળદરના ડાઘ પડતા તેને સાબુ થી ધોવાથી કેવા રંગ નું દ્રાવણ જોવા મળશે? શા માટે?
- જાસૂદ નાં ફૂલ નો સૂચક તરીકે ઉપયોગ કરવા શું કરશો?
- જાસૂદના ફૂલ નું સૂચક અસિડિક દ્રાવણ માં કેવા રંગનું રંગ પરિવર્તન દર્શાવશે?
- જાસૂદના ફૂલ નું સૂચક બેઝિક દ્રાવણ માં કેવા રંગનું રંગ પરિવર્તન દર્શાવશે?
- એસિડ વર્ષા કોને કહે છે?
- એસિડ વર્ષા ની અસર જણાવો.
- એસિડ વર્ષા માટે કયા કયા વાયુઓ જવાબદાર છે?
- એસિડ વર્ષા માં વરસાદ સાથે કયા કયા એસિડ વરશે છે? શા માટે?
- એસિડ વર્ષા વિશે નોંધ લખો.
- પ્રયોગશાળામાં એસિડ તથા બાઈઝને કાળજીપૂર્વક શા માટે રાખવામાં આવે છે?
- ચૂનાના પાણી નું રાસાયણિક નામ જણાવો.
- તટસ્થીકરણ એટલે શું?
- તટસ્થીકરણ ની પ્રક્રિયામાં શું ઉત્પન્ન થાય છે?
- તટસ્થીકરણ ની પ્રક્રિયામાં ફીનોલ્ફથેલીનનો શો ઉપયોગ છે?
- ફીનોલ્ફથેલીન બેઝિક દ્રાવણ માં કેવો રંગ આપે છે?
- ફીનોલ્ફથેલીન અસિડિક દ્રાવણ માં કેવો રંગ આપે છે?
- કોઈ પણ એક તટસ્થીકરણ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.
- રોજિંદા જીવનમાં તટસ્થીકરણ પ્રક્રિયા નો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે?
- આપણાં જઠર માં કયો એસિડ આવેલો હોય છે?
- અપચો એટલે શું?
- કીડી નાં કરડવાથી થતી અસરને દૂર કરવા આપણે શું કરવું જોઈએ?
- બેકિંગ સોડા નું રાસાયણિક નામ જણાવો.
- જમીન વધુ પડતી અસિડિક હોય તો તેમાં શું ભેળવવામાં આવે છે?
- જમીન વધુ પડતી બેઝિક હોય તો તેમાં શું ભેળવવામાં આવે છે?
- જમીન માં ક્યારેક જૈવિક પદાર્થો ઉમેરવામાં આવે છે . કારણ આપી સમજાવો.
- ફેક્ટરીમાંથી નીકળતો કચરો કેવો ગુણધર્મ ધરાવે છે? તેને તટસ્થ બનાવવા શું કરવામાં આવે છે?
- તટસ્થીકરણ ની પ્રક્રિયા મિશ્રણ નાં તાપમાન માં શું તફાવત લાવે છે? શા માટે?
- ક્ષાર કોને કહે છે?
- ક્ષાર ની પ્રકૃતિ કેવી હોય છે?
- DNA કોને કહે છે?
- DNA નું પૂરું નામ જણાવો.
- DNA નું આપણા શરીર માં શું કાર્ય છે?
- આપણા શરીર માં રહેલા પ્રોટીન શેનાં બનેલા હોય છે?
- આપણા શરીર માં રહેલી ચરબી શું ધરાવે છે?
Comments
Post a Comment