Standard 8: chapter 8 - Force and pressure
પ્રકરણ 8 : બળ અને દબાણ
Force and Pressure
- પદાર્થ ની ઝડપ કોને કહે છે?
- એક ટ્રેન 5 કલાકમાં 2430 કિમી અંતર કાપે છે. તો તે ટ્રેન ની ઝડપ કેટલી હશે?
- રોહન 6 વર્ષનો બાળક છે. તે એક દડા સાથે રમે છે. દડો ગબડવા લાગ્યો. તે દોડીને દડા પાસે જઈ તેનાં માર્ગ માં પોતાનો પગ લાવવા પ્રયત્ન કરે છે. દડા ની ગતિમાં શુ પરિવર્તન હશે?
- બળ શેનાં કારણે ઉદ્દભવે છે?
- પદાર્થ પર લગાડવામાં આવતાં બળનાં પરિણામ નું મૂલ્ય શું મળી શકે તે ઉદાહરણ આપી સમજાવો.
- પદાર્થ પર થતી અસર શેનાં કારણે હોય છે?
- એક મોટર કાર સ્થિર અવસ્થામાં છે. તો આ કારની ટાયરની સ્થિતિ કેટલી હશે?
- શું તમે એવા ઉદાહરણો જણાવી શકો કે તેના પર તમે ખૂબ જ ધક્કો મારે છો. પદાર્થ પર કોઈ અસર ન જોવા મળે?
- પદાર્થ પર બળ લગાડવાથી તેમાં કયા કયા ફેરફાર જોવા મળે છે?
- તમારા ઘરે જ્યારે લોટ બાંધવામાં આવે છે ત્યારે તેના પર કેવી રીતે બળ લગાડવામાં આવે છે? બળ ની ક્રિયા બાદ તેના પર શી અસર જોવા મળે છે?
- સ્નાયુ બળ કોને કહે છે?
- શરીરનું હલનચલન કયા બળને આભારી છે?
- સ્નાયુ બળને કારણે થતાં કાર્યોની નોંધ કરો.
- પ્રાણીઓનું સ્નાયુબળ કયા કયા કર્યો માટે ઉપયોગ માં લેવામાં આવે છે?
- ઘર્ષણ બળ કોને કહે છે?
- ઘર્ષણ બળ કયા કયા પદાર્થો પર લાગે છે?
- ઘર્ષણબળ કઈ દિશામાં લાગે છે?
- શું દરેક પદાર્થ પર સંપર્ક ને કારણે જ લાગે છે? જો હા તો શા માટે? જો ના તો સંપર્ક વિના લાગતા હોય તેવા બળો નાં પ્રકાર ઉદાહરણ આપી જણાવો.
- ચુંબકનાં બે સમાન ધ્રુવોને એકબીજાની નજીક લાવતાં શુ થાય છે?
- ચુંબકનાં બે અસમાન ધ્રુવોને એકબીજાની નજીક લાવતાં શું થાય છે?
- સ્થિત વિદ્યુત બળ કોને કહે છે?
- સ્થિત વિદ્યુત બળ નું ઉદાહરણ આપો.
- ગુરુત્વાકર્ષણ બળ કોને કહે છે?
- નળ ખોલતાં પાણી જમીન તરફ કયા બળને કારણે વહેવા લાગે છે?
- વિશ્વ નો દરેક પદાર્થ એકબીજા પર કયું બળ લગાડે છે?
- વંટોળ અને ચક્રવાત શેનાં લીધે ઉત્પન્ન થાય છે?
- દબાણ કોને કહે છે?
- પદાર્થ પાર લાગતું દબાણ નું મૂલ્ય શોધવા માટેનું ગાણિતિય સૂત્ર લખો.
- કુલી ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને કેમ રાખે છે?
- ખભા પર લટકાવવામાં આવતાં થેલા ની પટ્ટી કદમાં કેવી રાખવામાં આવે છે? શા માટે?
- વાતાવરણ કોને કહે છે?
- જ્યારે કોઈ પદાર્થ પર એક જ દિશામાં બે બળો લાગે છે ત્યારે બંને બળોનું શું પરિણામ જોવા મળે છે?
- જ્યારે કોઈ પદાર્થ પર વિરુદ્ધ દિશામાં એક સરખું બળ લગાડવામાં આવે છે ત્યારે તે બંને બળોનું શું પરિણામ જોવા મળે છે?
- જ્યારે કોઈ પદાર્થ પર વિરુદ્ધ દિશામાં જુદા જુદા પ્રમાણમાં બળ લગાડવામાં આવે છે ત્યારે તે પદાર્થ પર શું અસર જોવા મળે છે?
- બળની માત્રાને શેનાં વડે દર્શાવવામાં આવે છે?
- સૂકા વાળ ને કાંસકા વડે ઓળવામાં આવે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે. આ પાછળ કયુ બળ જવાબદાર છે?
- ચપ્પલનાં તળિયા ઘસાઈ જવા પાછળ કયું બળ જવાબદાર છે?
- બળ નો SI એકમ કયો છે?
- દોરડાં-ખેંચની હરીફાઈમાં જ્યારે બંને ટીમ દોરડાંને એક સમાન બળ થી ખેંચે તો શું થાય?
- બળો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને લીધે ઉદ્ભવે છે. સમજાવો.
- લાકડાનાં પાટિયામાં અણીદાર અને બુઠ્ઠી ખીલી પૈકી કઈ ખીલી ઓછા બળે ઝડપથી લાકડાના પાટિયામાં ખૂંપી જાય છે? શા માટે?
- સાયકલ ચલાવતી વખતે પેડલ મારવાનું બંધ કરવામાં આવે ટી સાયકલ ધીમી પડી શા માટે અટકી જાય છે?
- જમીનથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના દબાણમાં શો ફેરફાર જોવા મળે છે?
- વાતાવરણનું દબાણ કોને કહે છે?
- એક સારી ગુણવત્તાવાળા રબરના ચૂસક / બૂચ ને લીસી અને ખરબચડી સપાટી પર વારાફરતી દબાવો. બંને સપાટી પર લગાવ્યા બાદ તેને ખેંચીને અલગ કરો શુ જોવા મળ્યું ? શા માટે?
- હવાનું વજન કેટલું હોય છે તેની સમજ આપો.
- એક પ્લાસ્ટિકની દબાવી શકાય તેવી બોટલ લઈ તેને દબાવી રાખી ઢાંકણ વડે તેનું મોં બંધ કરો. શું જોવા મળ્યું? શા માટે?
- હવા આપણાં પર દબાણ કરતી હોવા છતાં આપણે શા માટે કચડાઈ જતા નથી?
- પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રનાં તળિયે લાગતું દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે?
- જર્મની ના વૈજ્ઞાનિક ઓટો વૉન ગેરિકે કરેલો હવા ના દબાણ સમજાવતાં પ્રયોગનું વર્ણન કરો.
- હવાના દબાણ પર કાર્ય કરતા હોય તેવા સાધનો ની યાદી બનાવો .
Comments
Post a Comment