Standard 8: chapter 9 - Friction

પ્રકરણ 9 : ઘર્ષણ

Friction



  1. ઘર્ષણ કોને કહે છે?
  2. બે પદાર્થો વચ્ચે લાગતા ઘર્ષણનું પ્રમાણ શેનાં પર આધાર રાખે છે? કઈ રીતે?
  3. ચીકુ રસ્તા પર ચાલતો હતો અને અચાનક તેનો પગ કેળાં ની છાલ પર પડ્યો. ચીકુનું શું થયું હશે? શા માટે?
  4. ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે છે?
  5. સ્પ્રિંગકાંટાની રચના આકૃતિ દોરી સમજાવો.
  6. કોઈ પણ સપાટી પરથી પદાર્થને ખસેડતાં તે બંનેની સપાટી વચ્ચે કયું બળ લાગે છે? 
  7. ખરબચડી અને લીસી સપાટી પૈકી કઈ સપાટીમાં ઘર્ષણ બળ વધુ લાગે છે? શા માટે?
  8. એક ઈંટ ને શણનાં કપડાં વડે અને બીજી ઈંટને પોલિથીન વીંટાળેલી છે. તો આપેલ સપાટી પર કોને ગતિ કરાવવી થોડી મુશ્કેલ છે? શા માટે?
  9. સ્થિત ઘર્ષણ બળનું માપ અને સરકતા ઘર્ષણ બળનું માપ નો અર્થ સમજાવો. તે બે પૈકી કયું ઘર્ષણ બળ નું માપ વધારે હોય છે? શા માટે?
  10. કાચના ગ્લાસની બહારની દીવાલ કેવી હોય છે?
  11. ઘર્ષણથી થતાં ફાયદા જણાવો.
  12. ઘર્ષણથી થતાં નુકશાન જણાવો.
  13. વાહનોનાં ટાયરોની સપાટી ખરબચડી શા માટે રાખવામાં આવે છે?
  14. બુટ કે ચંપલના તળિયા થોડા સમય બાદ ઘસાઈ જાય છે. સમજાવો.
  15. ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવા ઉદાહરણ ની યાદી તૈયાર કરો.
  16. કેરમ રમતી વખતે કેરમબોર્ડ પર પાવડર શા માટે છાંટવામાં આવે છે?
  17. ઘર્ષણ વધારવાના ઉપાયો જણાવો. 
  18. ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો.
  19. ઉંજણ કોને કહે છે?
  20. મશીનોમાં મોટા ભાગે ઘર્ષણ ઓછું કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
  21. કબડ્ડી રમતાં ખેલાડીઓ પોતાના હાથ પર માટી કેમ લગાવે છે?
  22. વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેકપેડ નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
  23. કેટલાક મશીનોમાં ઉંજણ તરીકે તેલનો ઉપયોગ કરવાની ના પાડે છે. તો શું આ મશીનોમાં ઘર્ષણ શૂન્ય કરી દેવામાં આવે છે? સમજાવો.
  24. ઉંજણ ની ક્રિયાની અસર સમજાવતી આકૃતિ દોરો.
  25. લોટણ ઘર્ષણ એટલે શું?
  26. સુટકેસ કે ભારે સમાન સાથે પૈડાં લગાડવામાં આવે છે. સમજાવો.
  27. લોટણ ઘર્ષણનો ઉપયોગ થતો હોય તેવા ઉદાહરણની યાદી બનાવો.
  28. તરલમાં શેનો શેનો સમાવેશ થાય છે?
  29. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણબળ ને શું કહે છે?
  30. વિમાનના આકાર વિશેષ શા માટે રાખવામાં આવે છે?
  31. વિમાનના આકારો વિશે સંકેત ક્યાંથી મળ્યો હશે?

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL