Standard 8: Chapter 10 - Sound

પ્રકરણ 10 : ધ્વનિ

Sound



  1. તમે કયા કયા અવાજ સાંભળ્યા છે?
  2. સંગીતના સાધનોનાં નામ આપો.
  3. ધ્વનિ શેનાં કારણે ઉત્પન્ન થાય છે?
  4. કંપન કોને કહે છે?
  5. કંપવિસ્તાર એટલે શું?
  6. રબરની ચુસ્ત રીતે ખેંચાયેલી પટ્ટીને ખેંચતા શું થાય છે?
  7. કેટલાક કિસ્સાઓમાં કંપનો જોઇ શકાતા નથી. શા માટે?
  8. તમારે એકતારો બનાવવો છે. તો તમે તે કઈ રીતે બનાવશો? એકતારાની આકૃતિ દોરો.
  9. એકતારો કઈ રીતે ધ્વનિ ઉત્પન્ન કરે છે?
  10. સિતારનો તાર ખેંચતા ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ શેનો છે?
  11. તારની ધ્રુજારીથી ધ્વનિ ઉત્પન્ન થતા હોય તેવા સંગીતવાદ્યોનામ આપો. શું આ તમામ સંગીતવાદ્યોના અવાજ એકસરખા છે? શા માટે?
  12. તમે બોલો છો તો આ ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે? 
  13. સ્વરપેટી કોને કહે છે?
  14. મનુષ્યોમાં સ્ત્રીઓ અને પુરુષોમાં સ્વરપેટીનું કદ કેટલું હોય છે?
  15. પરુષો, સ્ત્રીઓ અને બાળકોનાં અવાજ ભિન્ન શા માટે હોય છે?
  16. સૂર્ય પર થતાં ધડાકા આપણે શા માટે સાંભળી શકતાં નથી?
  17. શૂન્યાવકાશ કોને કહે છે?
  18. ધ્વનિ કયા સ્વરૂપના માધ્યમમાંથી પસાર થઈ શકે છે?
  19. કયા પ્રકારના માધ્યમમાંથી ધ્વનિનું પ્રસરણ સૌથી વધુ થાય છે?
  20. કયા પ્રકારના માધ્યમમાંથી ધ્વનિનું પ્રસરણ સૌથી ઓછું થાય છે?
  21. કાનની બહારનો આકાર કેવો છે?
  22. કર્ણનાળ એટલે શું?
  23. કાનનો પડદો કોને કહે છે?
  24. માનવકાનની આકૃતિ દોરો.
  25. આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ?
  26. કાનમાં ક્યારેય અણીદાર, તીક્ષ્ણ કે સખત વસ્તુ નાખવી ન જોઈએ. કારણ આપો.
  27. દોલિત ગતિ એટલે શું?
  28. દોલન કોને કહે છે?
  29. આવૃત્તિ એટલે શું?
  30. આવૃત્તિનો એકમ શો છે? તેને સંકેટમાં કેવી રીતે દર્શાવવામાં આવે છે?
  31. 1 Hz એટલે શું?
  32. બે ધ્વનિને અલગ પાડનાર પરિબળો કયા કયા છે?
  33. ધ્વનિની પ્રબળતા શેનાં પર આધાર રાખે છે?
  34. ધ્વનિની પ્રબળતા અને કંપવિસ્તાર વચ્ચેનો સંબંધ જણાવો.
  35. જો ધ્વનિની પ્રબળતા 8 ગણી કરવામાં આવે તો તેના કંપવિસ્તારમાં શો ફેર પડે?
  36. ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવવામાં આવે છે?
  37. સરેરાશ ફેક્ટરી, વાર્તાલાપ, સામાન્ય શ્વાસ, વ્યસ્ત ટ્રાફિક, મંદ ગુસપૂસ દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની પ્રબળતા જણાવી તેને ચડતા ક્રમ માં દર્શાવો.
  38. કેવો ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે?
  39. જો કંપવિસ્તાર વધારે કે ઓછો કરવામાં આવે તો ધ્વનિની પ્રબળતાંમાં શો ફેરફાર થાય છે?
  40. ધ્વનિનું તીણાપણું શેનાં પર આધાર રાખે છે? કઈ રીતે? ઉદાહરણ આપી સમજાવો. 
  41. સ્ત્રીનો અવાજ તીણો શા માટે હોય છે?
  42. મનુષ્ય કાનની સાંભળવાની મર્યાદા કેટલી છે?
  43. પોલીસકર્મીઓ મનુષ્ય સાંભળી ન શકે તેવી સિસોટીનો ઉપયોગ કરે છે. કારણ આપો.
  44. અલ્ટ્રા સાઉન્ડ સાધનોની આવૃત્તિ કેટલી હોય છે? આવા સાધનોનો ઉપયોગ કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે?
  45. ઘોંઘાટ કોને કહે છે?
  46. ધ્વનિ પ્રદૂષણના કારણો જણાવો 
  47. ધ્વનિ શોષક પદાર્થો કયા કયા છે?
  48. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે તમે શું કરશો?

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL