Standard 8: Chapter 10 - Sound
પ્રકરણ 10 : ધ્વનિ
Sound
- તમે કયા કયા અવાજ સાંભળ્યા છે?
- સંગીતના સાધનોનાં નામ આપો.
- ધ્વનિ શેનાં કારણે ઉત્પન્ન થાય છે?
- કંપન કોને કહે છે?
- કંપવિસ્તાર એટલે શું?
- રબરની ચુસ્ત રીતે ખેંચાયેલી પટ્ટીને ખેંચતા શું થાય છે?
- કેટલાક કિસ્સાઓમાં કંપનો જોઇ શકાતા નથી. શા માટે?
- તમારે એકતારો બનાવવો છે. તો તમે તે કઈ રીતે બનાવશો? એકતારાની આકૃતિ દોરો.
- એકતારો કઈ રીતે ધ્વનિ ઉત્પન્ન કરે છે?
- સિતારનો તાર ખેંચતા ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ શેનો છે?
- તારની ધ્રુજારીથી ધ્વનિ ઉત્પન્ન થતા હોય તેવા સંગીતવાદ્યોનામ આપો. શું આ તમામ સંગીતવાદ્યોના અવાજ એકસરખા છે? શા માટે?
- તમે બોલો છો તો આ ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે?
- સ્વરપેટી કોને કહે છે?
- મનુષ્યોમાં સ્ત્રીઓ અને પુરુષોમાં સ્વરપેટીનું કદ કેટલું હોય છે?
- પરુષો, સ્ત્રીઓ અને બાળકોનાં અવાજ ભિન્ન શા માટે હોય છે?
- સૂર્ય પર થતાં ધડાકા આપણે શા માટે સાંભળી શકતાં નથી?
- શૂન્યાવકાશ કોને કહે છે?
- ધ્વનિ કયા સ્વરૂપના માધ્યમમાંથી પસાર થઈ શકે છે?
- કયા પ્રકારના માધ્યમમાંથી ધ્વનિનું પ્રસરણ સૌથી વધુ થાય છે?
- કયા પ્રકારના માધ્યમમાંથી ધ્વનિનું પ્રસરણ સૌથી ઓછું થાય છે?
- કાનની બહારનો આકાર કેવો છે?
- કર્ણનાળ એટલે શું?
- કાનનો પડદો કોને કહે છે?
- માનવકાનની આકૃતિ દોરો.
- આપણે ધ્વનિ કેવી રીતે સાંભળીએ છીએ?
- કાનમાં ક્યારેય અણીદાર, તીક્ષ્ણ કે સખત વસ્તુ નાખવી ન જોઈએ. કારણ આપો.
- દોલિત ગતિ એટલે શું?
- દોલન કોને કહે છે?
- આવૃત્તિ એટલે શું?
- આવૃત્તિનો એકમ શો છે? તેને સંકેટમાં કેવી રીતે દર્શાવવામાં આવે છે?
- 1 Hz એટલે શું?
- બે ધ્વનિને અલગ પાડનાર પરિબળો કયા કયા છે?
- ધ્વનિની પ્રબળતા શેનાં પર આધાર રાખે છે?
- ધ્વનિની પ્રબળતા અને કંપવિસ્તાર વચ્ચેનો સંબંધ જણાવો.
- જો ધ્વનિની પ્રબળતા 8 ગણી કરવામાં આવે તો તેના કંપવિસ્તારમાં શો ફેર પડે?
- ધ્વનિની પ્રબળતા કયા એકમમાં દર્શાવવામાં આવે છે?
- સરેરાશ ફેક્ટરી, વાર્તાલાપ, સામાન્ય શ્વાસ, વ્યસ્ત ટ્રાફિક, મંદ ગુસપૂસ દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની પ્રબળતા જણાવી તેને ચડતા ક્રમ માં દર્શાવો.
- કેવો ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે?
- જો કંપવિસ્તાર વધારે કે ઓછો કરવામાં આવે તો ધ્વનિની પ્રબળતાંમાં શો ફેરફાર થાય છે?
- ધ્વનિનું તીણાપણું શેનાં પર આધાર રાખે છે? કઈ રીતે? ઉદાહરણ આપી સમજાવો.
- સ્ત્રીનો અવાજ તીણો શા માટે હોય છે?
- મનુષ્ય કાનની સાંભળવાની મર્યાદા કેટલી છે?
- પોલીસકર્મીઓ મનુષ્ય સાંભળી ન શકે તેવી સિસોટીનો ઉપયોગ કરે છે. કારણ આપો.
- અલ્ટ્રા સાઉન્ડ સાધનોની આવૃત્તિ કેટલી હોય છે? આવા સાધનોનો ઉપયોગ કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે?
- ઘોંઘાટ કોને કહે છે?
- ધ્વનિ પ્રદૂષણના કારણો જણાવો
- ધ્વનિ શોષક પદાર્થો કયા કયા છે?
- ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે તમે શું કરશો?
Comments
Post a Comment