Standard 8: Chapter 13. Light
પ્રકરણ 13 પ્રકાશ
Light
- પ્રકાશ કોને કહે છે?
- આપણી ઇન્દ્રિયોનાં નામ લખો.
- આપણે વસ્તુને ક્યારે જોઈ શકીએ છીએ?
- પ્રકાશનાં પરાવર્તનના નિયમો જણાવો.
- પ્રકાશનાં પરાવર્તન સંદર્ભે આકૃતિ દોરી નીચેની પરિભાષાઓ સ્પષ્ટ કરો. (A) આપાત કિરણ (B) પરાવર્તિત કિરણ (C) લંબ (D) આપાતકોણ (E) પરાવર્તનકોણ
- સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો.
- પાશ્ર્વૅ વ્યુતક્રમ એટલે શું?
- નિયમિત અને અનિયમિત પરાવર્તન ની આકૃતિ દોરી સમજ આપો.
- અનિયમિત પરાવર્તન ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
- શું ખરબચડી સપાટી પર આપાત થતાં પ્રકાશનાં કિરણ માટે પરાવર્તન નાં નિયમોનું પાલન થાય છે?
- સ્વયં પ્રકાશિત કોને કહે છે?
- શું ચંદ્ર એ સ્વયં પ્રકાશિત છે? શા માટે?
- પર પ્રકાશિત કોને કહે છે?
- તફાવતના બે-બે મુદ્દા આપો. (1) શંકુ કોષો અને સળી કોષો (2) સ્વયં પ્રકાશિત અને પર પ્રકાશિત
- પ્રકાશનાં પુનઃપરાવર્તનનાં સિદ્ધાંત પર કાર્ય કરતું એક સાધનનું નામ અને તેનાં ઉપયોગો જણાવો.
- નીચે આપેલ યાદીઓને સ્વયં પ્રકાશિત અને પર પ્રકાશિત માં વર્ગીકરણ કરો. સૂર્ય, તારા, મીણબત્તી ની જ્યોત, ચંદ્ર, આગિયા, શુક્ર, લઘુગ્રહો, ટીવી, અરીસાની પરાવર્તક સપાટી, ટોર્ચ
- પાણીની અંદર રહેલ સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતી સ્ટીમરને જોવા કયું સાધન વપરાય છે?
- કેલીડોસ્કોપ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
- સૂર્ય પ્રકાશનો રંગ કેવો છે?
- સૂર્ય પ્રકાશ કેટલાં રંગોનો બનેલો છે?
- આપણી આંખોનો આકાર કેવો છે?
- આંખની બહારનું આવરણ કેવા રંગનું બનેલું હોય છે? તે શું કાર્ય કરે છે?
- કોર્નિયા કોને કહે છે?
- પ્રિઝમ ને કેટલી સપાટી હોય છે?
- પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન કેવી રીતે કરશો?
- કયા કયા પદાર્થો વડે પ્રકાશનું વિભાજન નિહાળી શકાય છે?
- આઇરિસ કોને કહે છે?
- કીકી કોને કહે છે?
- આઇરિસ શું કાર્ય કરે છે?
- આંખમાં લેન્સ કયા ભાગમાં આવેલો હોય છે?
- આંખમાં લેન્સનું કાર્ય જણાવો.
- નેત્રપટલ કોને કહેવામાં આવે છે?
- ચેતાકોષો શુ કાર્ય કરે છે?
- આંખમાં આવેલા ચેતાકોષો નાં કેટલા પ્રકાર છે? કયા કયા?
- શંકુ કોષોનું કાર્ય જણાવો.
- કયા પ્રકારનાં કોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે?
- અન્ધબિંદુ કોને કહે છે?
- આંખની રચના સમજાવો.
- રોહન અને તેનાં મિત્રો જાદુઈ રમતો જોવા જાય છે. તે આકૃતિમાં બતાવ્યા મુજબ નું એક જાદુઈ રમકડું જુએ છે. જેમાં લાકડાના ચોરસ ટુકડા પર એક તરફ દરિયો અને બીજી તરફ સ્ટીમર નું ચિત્ર હતું. આ લાકડાનો ટુકડો મુક્ત રીતે ધરી પર ફરી શકે તેમ ગોઠવેલું હતું. રોહન અને તેના મિત્રો એ સૂચના મુજબ લાકડા ના ટુકડા ને ફેરવ્યું. અને તેનાથી જે પરિણામ જોવા મળ્યું તે જોઈને તેઓને કુતુહલ થયું અને વિચારવા લાગ્યા આવું કઈ રીતે થયું? રોહન અને તેના મિત્રો એ શું જોયું હશે? શા માટે?
- આપણે જે ચલચિત્રો જોઈએ છે શું તે વાસ્તવમાં ગતિશીલ હોય છે? સમજાવો.
- રેટિના પર બનેલાં પ્રતિબિંબ ની અસર વસ્તુ ખસેડી લીધા પછી પણ કેટલા સમય સુધી ચાલુ રહે છે?
- આંખોને બહારની વસ્તુઓના પ્રવેશથી કોણ સુરક્ષિત રાખે છે?
- સામાન્ય આંખ દ્વારા સૌથી આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર કેટલું હોય છે?
- આંખ ની ખામી નિવારવા માટે શેનો ઉપયોગ થાય છે?
- મોટી ઉંમરની વ્યક્તિઓની દ્રષ્ટિ ધૂંધળી શા માટે થઈ જાય છે? આ ખામીનો ઈલાજ કેવી રીતે કરવા માં આવે છે?
- માનવ આંખનો રંગ શાને આભારી છે?
- આંખમાં પ્રવેશતાં પ્રકાશનું નિયંત્રણ કોણ કરે છે?
- આંખની લેન્સની કેન્દ્રલંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે?
- આપણી આંખમાં પ્રકાશ શાની મારફતે દાખલ થાય છે?
- કરચલાની આંખોની શી વિશેષતા છે?
- પતંગિયાની આંખો માનવ આંખ કરતા કાઈ રીતે અલગ પડે છે?
- ઘુવડ રાત્રિ ના સમયે સારી રીતે જોઈ શકે છે. કારણ આપી સમજાવો.
- નિશાચર પ્રાણીઓ કોને કહે છે? ઉદાહરણ આપો.
- સમડી રાત કરતા દિવસ દરમિયાન સારી રીતે જોઇ શકે છે. કારણ આપો.
- કયા કયા ખાદ્યપદાર્થોમાંથી વિટામિન A મળી આવે છે?
- ખામીયુક્ત દૃષ્ટિવાળા વ્યક્તિઓને તેમની ક્ષમતાઓ વિકસાવવામાં સક્ષમ કરી શકે છે તેવા સ્ત્રોત ના કેટલા પ્રકાર પડે છે? કયા કયા?
- ખામીયુક્ત દ્રષ્ટિ વાળા વ્યક્તિઓ માટે કઈ લિપિ ઉપયોગી છે? તેને કોણે અને ક્યારે વિકસાવી ?
- બ્રેઇલ લિપિ વિશે ટૂંકમાં માહિતી આપો
- અપ્રકાશીય સાધનોમાં કયા કયા સાધનોનો સમાવેશ થાય છે?
- પ્રકાશીય સાધનોમાં કયા કયા સાધનોનો સમાવેશ થાય છે?
- બ્રેઇલ લિપિમાં ટપકાંઓને થોડા ઉપસાવેલા શા માટે રાખવામાં આવે છે?
- તમે જાણતા હો તેવા ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ કે જેમણે અન્ય ક્ષેત્રે મહાન ઉપલબ્ધિઓ હાંસલ કરી છે તેમના નામ આપો.
- પેરિસ્કોપ માં કેટલાં સમતલ અરીસાનો ઉપયોગ થાય છે?
- કેલિડોસ્કોપ માં કેટલાં સમતલ અરીસા નો ઉપયોગ થાય છે?
- પેરિસ્કોપ માં અરીસા ને કેટલાં અંશના ખૂણે ગોઠવવામાં આવે છે?
- કેલિડોસ્કોપમાં અરીસાઓને કેટલાં અંશના ખૂણે ગોઠવવામાં આવે છે?
- સમતલ અરીસા પર લંબ રૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ કઇ દિશામાં પાછું ફેંકાશે?
- ગુણક પ્રતિબિંબો એટલે શું?
- ગુણક પ્રતિબિંબો મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા સમતલ અરીસા જોઈએ?
- કેલિડોસ્કોપનો ઉપયોગ જણાવો.
Comments
Post a Comment