Std 6 Curiosity ch 2 diversity in living world
કૂતુહલ
પ્રકરણ 2: સજીવ સૃષ્ટિમાં વિવિધતા
- નીચે આપેલા નું સજીવ અને નિર્જીવ માં વર્ગીકરણ કરો: ખુરશી, પવન, ઉંદર, ગલુડિયું, રકાબી, લીમડો, માછલી, રમકડાં નું ઊંટ, ફુગ્ગો, વરસાદ, ચામાચીડિયું, શંખ, છીપલાં, મોતી, ઘડિયાળ, મૂર્તિ, કાચબો
- જે સ્થાને કોઈ ઘટનાનું વૈજ્ઞાનિક કારણ જાણવા વિવિધ પ્રયોગો કરી તેનાં અવલોકનોની નોંધ કરવામાં આવે છે તે સ્થાનને કયા નામે ઓળખાય છે?
- વનસ્પતિના અંગો ના નામ જણાવો.
- મનુષ્યના અંગો ના નામ જણાવો.
- નેચરવોક એટલે શું?
- પાંદડા તથા ફૂલોની સંગ્રહ પોથી બનાવતી વખતે ફૂલોને એકત્રિત કરવા તમે શું કાળજી રાખશો?
- વનસ્પતિને તેની ઊંચાઈના આધારે કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે? કયા કયા?
- નીચે આપેલી વનસ્પતિઓનો છોડ, વૃક્ષ, છો ક્ષુપ તથા વેલાઓમાં વર્ગીકરણ કરો. તુલસી, વડ, પીપળો, કારેલા, કંકોળા, ગુલાબ, જાંબુ, કરેણ, જાસુદ, ચંપો, સૂર્યમુખી, બારમાસી, નાગરવેલ, જુહી , ટમેટી
- જૈવવિવિધતા એટલે શું?
- છોડની લાક્ષણિકતાઓ જણાવો.
- ક્ષુપની લાક્ષણિકતાઓ જણાવો.
- વૃક્ષની લાક્ષણિકતાઓ જણાવો.
- વેલાની લાક્ષણિકતાઓ જણાવો.
- ભૂપ્રસારી કોને કહે છે?
- વનસ્પતિના પર્ણો પર જોવા મળતી પાતળી રેખાઓને કયા નામે ઓળખવામાં આવે છે?
- વનસ્પતિના પર્ણમાં જોવા મળતી શિરાઓની ગોઠવણીને આધારે તેના કેટલા પ્રકાર પડે છે? કયા કયા?
- સમાંતર શિરાવિન્યાસ અને જાળીદાર શિરાવિન્યાસ ધરાવતા એક એક પર્ણની આકૃતિ દોરો.
- નીચેના પૈકી કઈ વનસ્પતિઓના પર્ણ સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે કે જાળીદાર શિરાવિન્યાસ તે જણાવો. કેળ, બોરડી, મકાઈ, લીમડો
- મૂળની રચનાને આધારે તેના કેટલા પ્રકાર પડે છે? કયા કયા?
- સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર દર્શાવતી અલગ અલગ વનસ્પતિઓની આકૃતિ દોરો.
- કેવી મૂળતંત્ર ધરાવતા વનસ્પતિને સરળતાથી ખેંચીને ઉખેડી શકાય છે?
- એકદળી બીજ કોને કહે છે? ઉદાહરણ આપો.
- દ્વિદળી બીજ કોને કહે છે? ઉદાહરણ આપો.
- જાનકી અમ્માલ વિશે માહિતી આપો.
- સાઇલેન્ટ વેલી બચાવો આંદોલન વિશે જણાવો.
- માછલીના અંગો દર્શાવતી નામ નિર્દેશન વળી આકૃતિ દોરો.
- માછલીના શરીરનો આકાર કેવો હોય છે?
- રણમાં ઉગતી વનસ્પતિઓના પર્ણો શી વિશેષતા ધરાવે છે? શા માટે?
- હિમાલયમાં જોવા મળતા વૃક્ષો કેવા હોય છે? શા માટે?
- રાજસ્થાનનો ઉંટ અને લદ્દાખનો ઊંટ વચ્ચે તફાવત આપો.
- સાલીમ અલી વિશે માહિતી આપો.
- નિવાસ્થાન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
- અનુકૂલન કોને કહે છે?
- નિવાસસ્થાન ન કેટલા પ્રકાર છે તે જણાવો. કયા કયા?
- જમીન પર વસવાટ કરતા પ્રાણીઓને શું કહે છે?
- ઉભયજીવી કોને કહેવામાં આવે છે?
- જે વનસ્પતિઓ અને પ્રાણીઓ પાણીમાં વસવાટ કરે છે તેને શું કહે છે?
- પ્રોજેક્ટ ટાઈગર શા માટે શરૂ કરવામાં આવ્યો?
- ચિત્તાઓની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો?
- ભારતના કયા કયા રાજ્યોમાં ઘોરાડના નિવાસ્થાનો ને સુરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે?
- પવિત્ર ઉપવનો વિશે માહિતી આપો.
- એકદળી વનસ્પતિ સામાન્ય રીતે તેમના પર્ણોમાં કેવા પ્રકારની શિરાવિન્યાસ અને કેવા પ્રકારના મૂળતંત્ર ધરાવે છે?
- જો કોઈ વનસ્પતિના પર્ણ જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે અને તેના મૂળ સોટીમય મૂળતંત્ર ધરાવે છે તો તે વનસ્પતિ કેવા પ્રકારના બીજ ધરાવતું હશે?
Comments
Post a Comment