Standard 8: chapter 7 Reaching to Age of Adolescene

પ્રકરણ 7: કિશોરાવસ્થા તરફ 

Reaching the Age of Adolescence


  1. મનુષ્યમાં વૃદ્ધિ ક્યારથી શરૂ થઈ જાય છે? આ વૃદ્ધિમાં એકાએક ઝડપ કયા સમયથી આવે છે?
  2. તરુણાવસ્થા કોને કહે છે?
  3. તરુણો કોને કહેવામાં આવે છે? 
  4. તરુણાવસ્થાની અવધિ/સમયગાળો કયો છે?
  5. શુ દરેક વ્યક્તિમાં તરુણાવસ્થાનો સમયગાળો એક સરખો જ હોય છે?
  6. તરુણાવસ્થા દરમિયાન સૌથી મહત્વ નું પરિવર્તન કયું છે?
  7. વ્યક્તિની પૂર્ણ ઊંચાઈ શોધવા માટેની ગણતરીનું સૂત્ર લખો
  8. તરુણાવસ્થામાં પ્રવેશ્યા બાદ તરુણો નાં શારીરિક આકારમાં કેવા બદલાવ આવે છે?
  9. તરુણાવસ્થામાં પ્રવેશ્યા બાદ તરુણો માં કયા કયા ફેરફારો જોવા મળે છે?
  10. તરુણાવસ્થામાં વ્યક્તિ ની ઊંચાઈમાં શો ફેરફાર થતો જોવા મળે છે?
  11. કંઠમાં આવેલી ગ્રંથિ ને કયા નામે ઓળખવામાં આવે છે?
  12. યૌવનારંભના પ્રારંભમાં સ્વરપેટીમાં થતાં ફેરફારનું વર્ણન કરો.
  13. કંઠમણિ કોને કહે છે?
  14. તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓનાં અવાજ માં શો પરિવર્તન આવે છે?
  15. વૃદ્ધિ પામી રહેલ છોકરામાં કંઠમણિ ની નામનિર્દેશન વળી આકૃતિ દોરો.
  16. હિતેન 13 માં વર્ષમાં પ્રવેશ્યો ત્યારબાદ અચાનક તેનો અવાજ ઘોઘરો થઈ ગયો. આવું શા માટે? શું તેનો અવાજ કાયમ માટે ઘોઘરો જ રહેશે?
  17. વ્યક્તિનાં ચહેરા પર ફોડલીઓ અને ખીલ શેનાં કારણે થાય છે?
  18. કઈ ગ્રંથિઓને નલિકાવિહિન ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? શા માટે?
  19. કઈ કઈ ગ્રંથિ ઓ પોતાનો સ્ત્રાવ નાલિકાઓ દ્વારા કરે છે?
  20. તરુણાવસ્થામાં પ્રજનન અંગોનો વિકાસ સમજાવો.
  21. વ્યક્તિના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક કયા સમયગાળા દરમિયાન હોય છે?
  22. ક્યારેક ક્યારેક તરુણો પોતાને અસુરક્ષિત શા માટે અનુભવે છે?
  23. તરુણોમાં માનસિક, બૌદ્ધિક તથા સંવેદનાત્મક પરિપક્વતા વિશે ટૂંકમાં માહિતી આપો.
  24. પુરુષનું મુખ્ય પ્રજનન અંગ કયું છે?
  25. સ્ત્રીનું મુખ્ય પ્રજનન અંગ કયું છે?
  26. શુક્રપિંડ કયા જન્યુ ઉત્પન્ન કરે છે?
  27. અંડપિંડ કયા જન્યુ ઉત્પન્ન કરે છે?
  28. તરુણાવસ્થામાં પ્રવેશ્યા બાદ છોકરા અને છોકરીઓ માં કયા કયા ગૌણ જાતીય લક્ષણો જોવા મળે છે?
  29. તરુણાવસ્થામાં થતાં બદલાવોને કોણ નિયંત્રિત કરે છે?
  30. અંતઃસ્ત્રાવો કોણ ઉત્પન્ન કરે છે?
  31. નર અંતઃસ્ત્રાવ ને કયા નામે ઓળખવામાં આવે છે?
  32. માદા અંતઃસ્ત્રાવને કયા નામે ઓળખવામાં આવે છે?
  33. છોકરાઓમાં બદલાવ કાઈ રીતે આવે છે?
  34. છોકરીઓમાં યૌવનારંભની સાથે કયા કયા બદલાવ જોવા મળે છે? શા કારણે?
  35. જાતિય અંતઃસ્ત્રાવોને કોણ નિયંત્રિત કરે છે?
  36. યૌવનારંભમાં શારીરિક પરિવર્તન ને અંતઃસ્ત્રાવો કઇ રીતે નિયંત્રિત કરે છે?
  37. સ્ત્રીઓમાં પ્રજનન અવધિ નો પ્રારંભની શરૂઆત ક્યારે થાય છે તથા તેનો અંત ક્યારે આવે છે?
  38. ઋતુસ્ત્રાવ/રજોસ્ત્રાવ કોને કહે છે?
  39. રજોદર્શન કોને કહે છે?
  40. રજોનિવૃત્તિ કોને કહે છે?
  41. રજોનિવૃત્તિ કેટલા વર્ષની ઉંમર દરમિયાન આવે છે?
  42. ઋતુસ્ત્રાવ ચક્રમાં કયા કયા ફેરફારના સમાવેશ થાય છે?
  43. અંડકોષનું ફલન થયા બાદ શુ થાય છે?
  44. બાળકનાં લિંગ નિશ્ચિયન માટેનો સંદેશ શેમાં રહેલો હોય છે?
  45. રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે?
  46. મનુષ્યનાં કોષના કોષકેન્દ્રમાં કેટલાં રંગસૂત્રો આવેલા હોય છે?
  47. મનુષ્યમાં આવેલાં કુલ રંગસૂત્રો પૈકી કેટલાં રંગસૂત્રો લિંગી રંગસૂત્રો હોય છે? તેને કયા નામે ઓળખવામાં આવે છે?
  48. પુરુષમાં કયું લિંગી રંગસૂત્ર રહેલું હોય છે?
  49. સ્ત્રીમાં કયું લિંગી રંગસૂત્ર રહેલું હોય છે?
  50. અફલિત અંડકોષમાં કયું રંગસૂત્ર આવેલું હોય છે?
  51. શુક્રકોષમાં કયા રંગસૂત્રો આવેલા હોય છે?
  52. કયો યુગ્મનજ માદા શિશુમાં વિકાસ પામે છે?
  53. કયો યુગ્મનજ નર શિશુમાં વિકાસ પામે છે?
  54. મનુષ્યમાં યુગ્મનજની નર કે માદા શિશુમાં વિકાસ નું નિશ્ચયન સમજાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
  55. જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન કોના લિંગી રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે?
  56. પીટયૂટરી ગ્રંથિ શેના સાથે જોડાયેલી છે?
  57. આપણાં શરીરમાં આવેલી ગ્રંથિઓના નામ લાખો.
  58. મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું સ્થાન દર્શાવતી નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
  59. થાયરોઇડ ગ્રંથિ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે?
  60. આપણાં શરીરમાં થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન જણાવો.
  61. ક્રેશના કાકા મોહનભાઇ મધુપ્રમેહનાં રોગથી પીડાય છે. આમ થવા પાછળનું કારણ શું હોઈ શકે?
  62. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ કઇ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે?
  63. મનુષ્યનાં ઉદરમાં કાઈ ગ્રંથિ આવેલી હોય છે?
  64. મનુષ્યના ઉદરગુહામાં કાઈ ગ્રંથિ આવેલી હોય છે?
  65. એડ્રિનલ ગ્રંથિ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? આપણા શરીરમાં તેની શી ઉપયોગિતા છે?
  66. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કઇ ગ્રંથિ ઉત્પન્ન કરે છે?
  67. કાયાંતરણ કોને કહે છે?
  68. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ શેનાં દ્વારા થાય છે?
  69. ટેડપોલમાંથી દેડકામાં કાયાંતરણ માટે પાણીમાં શેની હાજરી અનિવાર્ય છે?
  70. આપણને મીઠામાંથી કયું પોષકઘટક મળે છે? તેની આપણાં શરીર માં શી જરૂરિયાત છે?
  71. વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે શેની જરૂરિયાત હોય છે?
  72. સંતુલિત આહાર કોને કહે છે?
  73. રુધિરનું નિર્માણ ખોરાકનાં કયા પોષકઘટક દ્વારા થાય છે?
  74. કયા કયા ખોરાકને કિશોરો માટે સારા ગણવામાં આવે છે? શા માટે?
  75. પ્રત્યેક વ્યક્તિએ સ્નાન શા માટે કરવું જોઈએ?
  76. AIDS કયા વાયરસ દ્વારા થતો રોગ છે?
  77. એઇડ્સ કાઈ રીતે ફેલાય છે?
  78. આપણા દેશમાં છોકરા અને છોકરીઓની લગ્નની ઓછામાં ઓછી ઉમર કેટલાં વર્ષની રાખવામાં આવી છે? શા માટે?
  79. તરુણાવસ્થા દરમિયાન સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમે શું કાળજી રાખશો?

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL