Standard 8: chapter 7 Reaching to Age of Adolescene
પ્રકરણ 7: કિશોરાવસ્થા તરફ
Reaching the Age of Adolescence
- મનુષ્યમાં વૃદ્ધિ ક્યારથી શરૂ થઈ જાય છે? આ વૃદ્ધિમાં એકાએક ઝડપ કયા સમયથી આવે છે?
- તરુણાવસ્થા કોને કહે છે?
- તરુણો કોને કહેવામાં આવે છે?
- તરુણાવસ્થાની અવધિ/સમયગાળો કયો છે?
- શુ દરેક વ્યક્તિમાં તરુણાવસ્થાનો સમયગાળો એક સરખો જ હોય છે?
- તરુણાવસ્થા દરમિયાન સૌથી મહત્વ નું પરિવર્તન કયું છે?
- વ્યક્તિની પૂર્ણ ઊંચાઈ શોધવા માટેની ગણતરીનું સૂત્ર લખો
- તરુણાવસ્થામાં પ્રવેશ્યા બાદ તરુણો નાં શારીરિક આકારમાં કેવા બદલાવ આવે છે?
- તરુણાવસ્થામાં પ્રવેશ્યા બાદ તરુણો માં કયા કયા ફેરફારો જોવા મળે છે?
- તરુણાવસ્થામાં વ્યક્તિ ની ઊંચાઈમાં શો ફેરફાર થતો જોવા મળે છે?
- કંઠમાં આવેલી ગ્રંથિ ને કયા નામે ઓળખવામાં આવે છે?
- યૌવનારંભના પ્રારંભમાં સ્વરપેટીમાં થતાં ફેરફારનું વર્ણન કરો.
- કંઠમણિ કોને કહે છે?
- તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓનાં અવાજ માં શો પરિવર્તન આવે છે?
- વૃદ્ધિ પામી રહેલ છોકરામાં કંઠમણિ ની નામનિર્દેશન વળી આકૃતિ દોરો.
- હિતેન 13 માં વર્ષમાં પ્રવેશ્યો ત્યારબાદ અચાનક તેનો અવાજ ઘોઘરો થઈ ગયો. આવું શા માટે? શું તેનો અવાજ કાયમ માટે ઘોઘરો જ રહેશે?
- વ્યક્તિનાં ચહેરા પર ફોડલીઓ અને ખીલ શેનાં કારણે થાય છે?
- કઈ ગ્રંથિઓને નલિકાવિહિન ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? શા માટે?
- કઈ કઈ ગ્રંથિ ઓ પોતાનો સ્ત્રાવ નાલિકાઓ દ્વારા કરે છે?
- તરુણાવસ્થામાં પ્રજનન અંગોનો વિકાસ સમજાવો.
- વ્યક્તિના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક કયા સમયગાળા દરમિયાન હોય છે?
- ક્યારેક ક્યારેક તરુણો પોતાને અસુરક્ષિત શા માટે અનુભવે છે?
- તરુણોમાં માનસિક, બૌદ્ધિક તથા સંવેદનાત્મક પરિપક્વતા વિશે ટૂંકમાં માહિતી આપો.
- પુરુષનું મુખ્ય પ્રજનન અંગ કયું છે?
- સ્ત્રીનું મુખ્ય પ્રજનન અંગ કયું છે?
- શુક્રપિંડ કયા જન્યુ ઉત્પન્ન કરે છે?
- અંડપિંડ કયા જન્યુ ઉત્પન્ન કરે છે?
- તરુણાવસ્થામાં પ્રવેશ્યા બાદ છોકરા અને છોકરીઓ માં કયા કયા ગૌણ જાતીય લક્ષણો જોવા મળે છે?
- તરુણાવસ્થામાં થતાં બદલાવોને કોણ નિયંત્રિત કરે છે?
- અંતઃસ્ત્રાવો કોણ ઉત્પન્ન કરે છે?
- નર અંતઃસ્ત્રાવ ને કયા નામે ઓળખવામાં આવે છે?
- માદા અંતઃસ્ત્રાવને કયા નામે ઓળખવામાં આવે છે?
- છોકરાઓમાં બદલાવ કાઈ રીતે આવે છે?
- છોકરીઓમાં યૌવનારંભની સાથે કયા કયા બદલાવ જોવા મળે છે? શા કારણે?
- જાતિય અંતઃસ્ત્રાવોને કોણ નિયંત્રિત કરે છે?
- યૌવનારંભમાં શારીરિક પરિવર્તન ને અંતઃસ્ત્રાવો કઇ રીતે નિયંત્રિત કરે છે?
- સ્ત્રીઓમાં પ્રજનન અવધિ નો પ્રારંભની શરૂઆત ક્યારે થાય છે તથા તેનો અંત ક્યારે આવે છે?
- ઋતુસ્ત્રાવ/રજોસ્ત્રાવ કોને કહે છે?
- રજોદર્શન કોને કહે છે?
- રજોનિવૃત્તિ કોને કહે છે?
- રજોનિવૃત્તિ કેટલા વર્ષની ઉંમર દરમિયાન આવે છે?
- ઋતુસ્ત્રાવ ચક્રમાં કયા કયા ફેરફારના સમાવેશ થાય છે?
- અંડકોષનું ફલન થયા બાદ શુ થાય છે?
- બાળકનાં લિંગ નિશ્ચિયન માટેનો સંદેશ શેમાં રહેલો હોય છે?
- રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે?
- મનુષ્યનાં કોષના કોષકેન્દ્રમાં કેટલાં રંગસૂત્રો આવેલા હોય છે?
- મનુષ્યમાં આવેલાં કુલ રંગસૂત્રો પૈકી કેટલાં રંગસૂત્રો લિંગી રંગસૂત્રો હોય છે? તેને કયા નામે ઓળખવામાં આવે છે?
- પુરુષમાં કયું લિંગી રંગસૂત્ર રહેલું હોય છે?
- સ્ત્રીમાં કયું લિંગી રંગસૂત્ર રહેલું હોય છે?
- અફલિત અંડકોષમાં કયું રંગસૂત્ર આવેલું હોય છે?
- શુક્રકોષમાં કયા રંગસૂત્રો આવેલા હોય છે?
- કયો યુગ્મનજ માદા શિશુમાં વિકાસ પામે છે?
- કયો યુગ્મનજ નર શિશુમાં વિકાસ પામે છે?
- મનુષ્યમાં યુગ્મનજની નર કે માદા શિશુમાં વિકાસ નું નિશ્ચયન સમજાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો.
- જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન કોના લિંગી રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે?
- પીટયૂટરી ગ્રંથિ શેના સાથે જોડાયેલી છે?
- આપણાં શરીરમાં આવેલી ગ્રંથિઓના નામ લાખો.
- મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું સ્થાન દર્શાવતી નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
- થાયરોઇડ ગ્રંથિ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે?
- આપણાં શરીરમાં થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન જણાવો.
- ક્રેશના કાકા મોહનભાઇ મધુપ્રમેહનાં રોગથી પીડાય છે. આમ થવા પાછળનું કારણ શું હોઈ શકે?
- ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ કઇ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે?
- મનુષ્યનાં ઉદરમાં કાઈ ગ્રંથિ આવેલી હોય છે?
- મનુષ્યના ઉદરગુહામાં કાઈ ગ્રંથિ આવેલી હોય છે?
- એડ્રિનલ ગ્રંથિ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? આપણા શરીરમાં તેની શી ઉપયોગિતા છે?
- વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કઇ ગ્રંથિ ઉત્પન્ન કરે છે?
- કાયાંતરણ કોને કહે છે?
- કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ શેનાં દ્વારા થાય છે?
- ટેડપોલમાંથી દેડકામાં કાયાંતરણ માટે પાણીમાં શેની હાજરી અનિવાર્ય છે?
- આપણને મીઠામાંથી કયું પોષકઘટક મળે છે? તેની આપણાં શરીર માં શી જરૂરિયાત છે?
- વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે શેની જરૂરિયાત હોય છે?
- સંતુલિત આહાર કોને કહે છે?
- રુધિરનું નિર્માણ ખોરાકનાં કયા પોષકઘટક દ્વારા થાય છે?
- કયા કયા ખોરાકને કિશોરો માટે સારા ગણવામાં આવે છે? શા માટે?
- પ્રત્યેક વ્યક્તિએ સ્નાન શા માટે કરવું જોઈએ?
- AIDS કયા વાયરસ દ્વારા થતો રોગ છે?
- એઇડ્સ કાઈ રીતે ફેલાય છે?
- આપણા દેશમાં છોકરા અને છોકરીઓની લગ્નની ઓછામાં ઓછી ઉમર કેટલાં વર્ષની રાખવામાં આવી છે? શા માટે?
- તરુણાવસ્થા દરમિયાન સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમે શું કાળજી રાખશો?
Comments
Post a Comment